૭૬ વર્ષના આ પંજાબીદાદા દિલ્હીમાં ચલાવે છે ઑટો ઍમ્બ્યુલન્સ

13 July, 2019 09:07 AM IST  |  દિલ્હી

૭૬ વર્ષના આ પંજાબીદાદા દિલ્હીમાં ચલાવે છે ઑટો ઍમ્બ્યુલન્સ

પંજાબીદાદા

દિલ્હીના રોડ પર હજારો રિક્ષાઓ ચાલે છે, પણ હરજિન્દર સિંહ નામના ૭૬ વર્ષના દાદાની રિક્ષા એ બધાથી અનોખી છે. તેમણે ઑટોની પાછળ લખ્યું છે, ‘રોડ અકસ્માતમાં જખમી લોકો માટે ફ્રી એમ્બ્યુલન્સ’. ટ્રાફિક વૉર્ડન રહી ચૂકેલા હરજિન્દર સિંહનું કહેવું છે કે આ કદાચ શહેરની એકમાત્ર ઑટો ઍમ્બ્યુલન્સ છે. અત્યાર સુધીમાં સેંકડો લોકોના જીવ બચાવવામાં તેઓ મદદ કરી ચૂક્યા છે. આવી અનોખી સેવા કરવાની પ્રેરણા તેમને ક્યાંથી મળી? તો કહે છ, ‘ટ્રાફિક વૉર્ડન તરીકે તેમણે ઘણા રોડ અકસ્માતો જોયા છે. એ વખતે પણ હું તેમને મદદ કરતો હતો અને હવે ઑટો ખરીદીને બીજી રીતે મદદ કરું છું.’ ભજનપુરા વિસ્તારમાં દીકરા અને તેના પરિવાર સાથે રહેતા હરજિન્દર રોજ સવારે આઠ વાગ્યે કામ પર નીકળી પડે છે. તેમની રિક્ષામાં પ્રાથમિક દવાઓ પણ રાખે છે. રિક્ષા ચલાવીને એમાંથી થતી કમાણી ખર્ચીને તેઓ ઇમર્જન્સીમાં હૉસ્પિટલ પહોંચવા મથતા દરદીઓને ફ્રીમાં પહોંચાડે છે.

આ પણ વાંચો : US Flood:અમેરિકામાં વરસાદે મચાવ્યો કહેર, વ્હાઈટ હાઉસમાં પણ ભરાયા પાણી

રિક્ષામાં એક ડોનેશન બૉક્સ પણ છે. ઘણા લોકો એ જોઈને એમાં મન થાય એટલી રકમ મૂકે છે જેમાંથી તેઓ પ્રાથમિક દવાઓનો સ્ટૉક જાળવી રાખે છે.

national news