શપથગ્રહણમાં મોદીના મહેમાનોને પીરસવામાં આવશે આ પકવાન

29 May, 2019 02:38 PM IST  |  નવી દિલ્હી

શપથગ્રહણમાં મોદીના મહેમાનોને પીરસવામાં આવશે આ પકવાન

2014ની વડાપ્રધાન મોદીની શપથ લેતા સમયની તસવીર

પદનામિત વડાપ્રધાન મોદી ફરી એકવાર શપથ લેવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન આ વખતે સૌથી વધુ મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ગુરૂવારે સાંજે થનારા આ શપથ સમારોહમાં 6500 લોકો હાજર રહેશે. જેમાં 14 દેશના પ્રમુખો, અનેક દેશોના દૂત, બુદ્ધિજીવીઓ, રાજનૈતિક કાર્યકર્તાઓ, તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, સિનેમા જગતની હસ્તીઓ સામેલ થશે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે આ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચાલો જાણીએ શું હશે ખાસ આ વખતે?

આ વખતે વધુ હશે મહેમાનો
રાષ્ટ્રપતિ ભવન આ વખતે વધુ મહેમાનોનું સ્વાગત કરવાનું છે. સમારોહમાં દિગ્ગજ નેતાઓ સામેલ થવાના છે. જેથી એ વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે સમારોહમાં કોઈ કમી ન રહી જાય. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મોદી મંત્રી મંડળ એ વાત પર ભાર મુકી રહ્યા છે કે સમારોહ સાદો રાખવામાં આવે જેનાથી તે એટલો જ પ્રભાવશાળી લાગી શકે.

કાંઈક આવી છે ભોજનની વ્યવસ્થા
આ સમારોહ મોટા ભાગે 2014ના સમારોહ જેવો જ હશે. ઉંચી સીટ રાખવામાં આવશે જેથી તમામ લોકો તેને જોઈ શકે. મહેમાનો માટે હળવું જમવાનું અને નાસ્તો રાખવામાં આવશે. નાસ્તો શાકાહારી હશે. જેમાં સમોસા, રાજભોગથી લઈને લેમન ટાર્ટ હશે. જ્યારે ભોજન શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું હશે. તમામ ભોજન રાષ્ટ્રપતિના રસોડામાં જ બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ શપથ ગ્રહણ સમારોહ પહેલા મોદી-શાહે તૈયાર કર્યો મંત્રીમંડળનો ફૉર્મ્યુલા

આ વખતે બદલવામાં આવ્યો સમરોહનો સમય
આ વખતે સમયનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહેમાનો માટે જમવાનો સમય પણ મોડો રાખવામાં આવ્યો છે. ભોજનમાં રાષ્ટ્રપતિ ભવનની ખાસ ડિશ દાલ રાયસીના પણ સામેલ છે. જેને બનાવવા માટે 48 કલાકથી વધુનો સમય લાગે છે. મંગળવાર રાતથી જ તેને બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેનો સ્વાદ મહેમાનો માણી શકશે.

narendra modi Loksabha 2019