સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી ને તરત જામીન પણ આપ્યા, જાણો મામલો

23 March, 2023 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)દ્વારા 2019માં મોદી સરનેમને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના કેસમાં આજે સુરત કોર્ટ(Surat Court)એ પોતાનો ચુકાદો આપ્યો છે.

રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)દ્વારા 2019માં મોદી સરનેમને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના કેસમાં આજે સુરત કોર્ટ(Surat Court)એ પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. જો કે આ કેસમાં રાહુલ ગાંધીને તરત જ જામીન મળી ગયા છે.

કોર્ટે રાહુલ ગાંધીને તેમની કથિત `મોદી સરનેમ` ટીપ્પણી માટે તેમની સામે ગુનાહિત માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. નોંધનીય છે કે 2019માં એક ચૂંટણી રેલી દરમિયાન બીજેપી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની મોદી સરનેમ વિશેની વાંધાજનક ટિપ્પણી સામે માનહાનિનો દાવો કર્યો હતો. કલમ 504 હેઠળ રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરવામાં આવી છે. પરંતુ આ કેસમાં રાહુલ ગાંધી જેલ નહીં જાય. આ કેસમાં તેને જામીન મળી ગયા છે.

સજા સામે અપીલ કરવા માટે 30 દિવસ

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અગાઉ ત્રણ વખત સુરત કોર્ટમાં હાજર થઈ ચૂક્યા છે. જોકે, રાહુલ ગાંધીએ કોર્ટની અંદર પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ તેમના પર લાગેલા આરોપોને નકારે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને ચૂંટણી રેલીમાં આવું બોલ્યાનું યાદ નથી. હવે આ કેસમાં બે વર્ષની સજા જાહેર થતાં જ રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. આ કેસમાં તેને સજા સામે અપીલ કરવા માટે 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જયશંકરે રાહુલને કેમ પાંડા હગર ગણાવ્યા?

આ નિવેદનને કારણે રાહુલ ગાંધી ફસાઈ ગયા

ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરનેમવાળા લોકો કેમ ચોર છે? રાહુલ ગાંધીના આ નિવેદન સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. જો કે રાહુલ ગાંધીએ કોર્ટમાં આવા નિવેદનોને નકારી કાઢ્યા છે.

national news surat gujarat narendra modi rahul gandhi