સુપ્રીમ કોર્ટે કર્યો વસ્તીનિયંત્રણ માટેની અરજી પર વિચાર કરવાનો ઇનકાર

19 November, 2022 01:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જન્મપ્રમાણ વધવા છતાં ભારતની વસ્તી સ્થિર હોવાનો અહેવાલ ટાંકીને સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે આ એવો મુદ્દો નથી જેમાં સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવી પડે.

સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી  (પી.ટી.આઈ.) : વસ્તીવધારાને નિયંત્રણમાં લાવવા માટે બે બાળકોનાં ધોરણો લાગુ કરવાનાં પગલાં લેવાં સહિત અન્ય અરજીઓ પર વિચારણા કરવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે આ મુદ્દાઓને જોવાનું કામ સરકારનું છે. 
જન્મપ્રમાણ વધવા છતાં ભારતની વસ્તી સ્થિર હોવાનો અહેવાલ ટાંકીને સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે આ એવો મુદ્દો નથી જેમાં સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવી પડે. જસ્ટિસ એસ કે કૌલ અને એ. એસ ઓકાની બેન્ચે કહ્યું હતું કે વસ્તી એ કોઈ એવી વસ્તુ નથી જેના પર નિયંત્રણ મૂકતાં એ એક દિવસમાં વધતી અટકી જશે. 

national news supreme court