સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆરમાં બાંધકામ પર ફરી પ્રતિબંધ મૂક્યો

26 November, 2021 01:25 PM IST  |  New Delhi | Agency

અદાલતે એ સાથે જ રાજ્યોને લેબર-સેસ તરીકે કલેક્ટ કરવામાં આવેલા ભંડોળમાંથી બાંધકામ પ્રવૃત્તિ પર પ્રતિબંધના સમયગાળા દરમિયાન શ્રમિકોને આર્થિક સહાય પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆરમાં બાંધકામ પર ફરી પ્રતિબંધ મૂક્યો

સુપ્રીમ કોર્ટે હવાના પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (એનસીઆર)માં બાંધકામ પ્રવૃત્તિ પર ફરી પ્રતિબંધ મૂક્યો છે. અદાલતે એ સાથે જ રાજ્યોને લેબર-સેસ તરીકે કલેક્ટ કરવામાં આવેલા ભંડોળમાંથી બાંધકામ પ્રવૃત્તિ પર પ્રતિબંધના સમયગાળા દરમિયાન શ્રમિકોને આર્થિક સહાય પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી સ્પેશ્યલ બેન્ચે એક વચગાળાના આદેશમાં એનસીઆર અને એની આસપાસના વિસ્તારોમાં કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટને આ પહેલાંનાં વર્ષોના ઉપલબ્ધ ડેટાના આધારે ઍર ક્વૉલિટીનો સાયન્ટિફિક સ્ટડી કરવાનો પણ આદેશ આપ્યો હતો.

national news supreme court