યુક્રેનનાં બાળકોની મદદ માટે નોબેલ પ્રાઇઝ મેડલ ૮૦૮ કરોડમાં વેચાયો

22 June, 2022 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેચાણ બાદ પત્રકારે કહ્યું હતું કે મેં મોટી રકમ આવશે એવું વિચાર્યું હતું પરંતુ આટલી મોટી હશે એવું ધાર્યું નહોતું.

યુક્રેનનાં બાળકોની મદદ માટે નોબેલ પ્રાઇઝ મેડલ ૮૦૮ કરોડમાં વેચાયો

નવી દિલ્હી : રશિયાના પત્રકાર દિમિત્રી મુરાતોવ દ્વારા યુક્રેનનાં નિરા​શ્રિત બાળકોની સહાય માટે હરાજીમાં મૂકવામાં આવેલા નોબેલ પીસ પ્રાઇઝ મેડલ ૧૦૩.૫ મિલ્યન ડૉલર એટલે કે ૮૦૮ કરોડ રૂપિયામાં વેચાયો હતો. વેચાણ બાદ પત્રકારે કહ્યું હતું કે મેં મોટી રકમ આવશે એવું વિચાર્યું હતું પરંતુ આટલી મોટી હશે એવું ધાર્યું નહોતું. અગાઉ સૌથી વધુ કિંમતમાં નોબેલ પ્રાઇઝ મેડલ ૨૦૧૪માં વેચાયો હતો જે ડીએનએના સ્ટ્રક્ચરની સંયુક્ત રીતે શોધ માટે ૧૯૬૨માં જેમ્સ વૉટ્સનને આપવામાં આવ્યો હતો. આ મેડલના ૪.૭૬ મિલ્યન એટલે કે ૩૫ કરોડ રૂપિયા ઊપજ્યા હતા. ત્યાર બાદ એમના સાથી ફ્રાન્સિસી ક્રિકના મેડલના પણ ૨.૨૭ મિલ્યન એટલે કે ૧૮ કરોડ રૂપિયા ઊપજ્યા હતા. 
મેડલની હરાજી સોમવારને વર્લ્ડ રેફયુજી ડેના દિવસે હેરિટેજ ઑક્શન દ્વારા કરવામાં આવી હતી. તેઓ રશિયાના સ્વતંત્ર ન્યુઝપેપર નોવાયા ગઝેટાના સંપાદક હતા. 

national news russia