વાયરસના નવા સ્વરૂપથી ભારતમાં એલર્ટ, આ લેમ્બડા વાયરસ 29 દેશોમાં મચાવી રહ્યો છે તબાહી

19 June, 2021 07:09 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ વધુ ખતરનાક વેરિઅન્ટ દક્ષિણ અમેરિકામાં મળી આવ્યો છે. કોરોનાનું નવું સ્વરૂપ જેનું નામ લેમ્બડા વેરિઅન્ટ છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે આપણા દેશમાં વિનાશ સર્જાયો છે. જેને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ વધુ ખતરનાક વેરિઅન્ટ દક્ષિણ અમેરિકામાં મળી આવ્યો છે.  કોરોનાનું નવું સ્વરૂપ જેનું નામ લેમ્બડા વેરિઅન્ટ છે. દેશના વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેના કેસ યુરોપ અને એશિયાના પૂર્વીય પ્રદેશમાં હજુ સુધી મળ્યા નથી. પરંતુ આ અંગે સંપૂર્ણ દેખરેખ અને સાવચેતી રાખવી અતિ આવશ્યક છે. 

 આઇસીએમઆર (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ કહ્યું કે જે રસી આપવામાં આવી રહી છે તે કોરોનાના કોઈપણ જીવલેણ સ્વરૂપ સામે કામ કરવામાં સક્ષમ છે. તેથી હવે ડરવાનું કંઈ નથી, પરંતુ આગામી કેટલાક મહિનાઓ માટે એલર્ટ અને સાવચેત રહેવુ જરૂરી છે. 

આપણા દેશમાં તબાહી મચાવનાર ડેલ્ટા વેરિએન્ટના ઘણા બધા પ્રકારો સામે આવ્યાં છે. પરંતુ દક્ષિણ અમેરિકામાં વાયરસના બદલતાં સ્વરૂપ લેમ્બડા વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ વાયરસના આ નવા સ્વરૂપ વિશે ચિંતા વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વના 29 દેશોમાં આ બદલાયેલા સ્વરૂપને કારણે સૌથી વધુ વિનાશ થવાનું શરૂ થયું છે.

national news coronavirus covid19 south america