ભારત સરકારે મસ્કની કંપનીની સર્વિસ ન લેવાની અપીલ કરી

28 November, 2021 10:00 AM IST  |  New Delhi | Agency

આ ડિપાર્ટમેન્ટે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘સ્ટારલિન્કે ઇન્ડિયામાં સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસનું બુકિંગ લેવાનું શરૂ કર્યું છે.

ભારત સરકારે મસ્કની કંપનીની સર્વિસ ન લેવાની અપીલ કરી

જો તમે એલન મસ્કની સ્પેસએક્સની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સિસ્ટમ સ્ટારલિન્કની ઇન્ટરનેટ સર્વિસને સબ્સક્રાઇબ કરવાનો વિચાર કરતા હોય તો એમ ના કરતા. ભારત સરકારે દેશના લોકોને આવી સલાહ આપી છે. 
સરકારનું કહેવું છે કે સ્ટારલિન્કને ઇન્ડિયામાં સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવાનું લાઇસન્સ આપવામાં આવ્યું નથી. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે સ્ટારલિન્કને ઇન્ડિયામાં સેટેલાઇટ બેઝ્ડ કમ્યુનિકેશન સર્વિસિસ પૂરી પાડવા માટે રેગ્યુલેટરી માળખાને અનુસરવા તેમ જ તાત્કાલિક અસરથી ઇન્ડિયામાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટેનું બુકિંગ લેવાનું બંધ કરવા જણાવ્યું છે. 
આ ડિપાર્ટમેન્ટે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘સ્ટારલિન્કે ઇન્ડિયામાં સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસનું બુકિંગ લેવાનું શરૂ કર્યું છે. 
જોકે એના માટે એને લાઇસન્સ આપવામાં આવ્યું નથી. ઇન્ડિયામાં સેટેલાઇટ બેઝ્ડ સર્વિસ પૂરી પાડવા માટે સરકાર પાસેથી જરૂરી લાઇસન્સ મેળવવાની જરૂર રહે છે. એટલા માટે જ પબ્લિકને સ્ટારલિન્ક સર્વિસનું સબ્સક્રિપ્શન ન લેવાની સલાહ આપવામાં આવી છે.’

national news new delhi