3 સદસ્યોનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અહેવાલ સોંપશે

23 June, 2019 08:01 AM IST  | 

3 સદસ્યોનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અહેવાલ સોંપશે

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અહેવાલ સોંપશે

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. અહીં ભાટપાડામાં શનિવારે ફરીથી હિંસા ભડકી ઊઠી છે. બીજેપી અને તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ છે. બંગાળના ૨૪ ઉત્તરીય પરગના મતવિસ્તારના ભાટપાડામાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન એસ.એસ.આહલુવાલિયાના નેતૃત્વમાં બીજેપીના ત્રણ સાંસદોનું પ્રતિનિધિ મંડળ બંગાળ પહોંચ્યું ત્યાર બાદ હિંસા શરૂ થઈ ગઈ હતી. પોલીસે ટોળાને વિખેરવા ગોળીબાર કર્યો હોવાનો બીજેપી સાંસદનો આક્ષેપ છે. અહેવાલો મુજબ આ ગોળીબારમાં બે જણનાં મોત થયાં છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે.

ટોળાએ બંગાળ પોલીસ હાય-હાય, મમતા બૅનરજી હાય-હાયના નારા લગાવ્યા હતા, ત્યારબાદ પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. અગાઉ પરગના મત વિસ્તારના ભાટપાડામાં ગુંડાઓ સાથેની અથડામણમાં થયેલા ગોળીબારમાં બીજેપીના બે કાર્યકર્તાઓનાં મોત થયાં હતાં, જેની અંતિમ યાત્રા કાઢવાના મુદ્દે તણાવ સર્જાયો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસે હાલમાં કરફ્યુ લાદી દીધો છે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ ઘટના બાદ બીજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન એસ.એસ. આહલુવાલિયા, સાંસદ સત્યપાલ સિંહ, વી.ડી. રામ શનિવારે ભાટપાડા પહોંચ્યા છે. આ ત્રણ સદસ્યોનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અહેવાલ સોંપશે. ગૃહ મંત્રાલયે અગાઉ પશ્ચિમ બંગાળની હિંસા પર ચેતવણી જાહેર કરી હતી.

ભાટપાડા પહોંચેલા આહલુવાલિયાએ જણાવ્યું હતું કે પોલીસે કહ્યું કે તેમણે ટોળું વિખેરવા ફાયરિંગ કર્યું હતું. જોકે, પોલીસે ગોળી મારી હતી. જો, પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું તો ગોળી શરીરમાં કેવી રીતે લાગી.

આ પણ વાંચો: ગીર ગઢડા એસટી બસ-સ્ટૅન્ડનું ઉદ્ઘાટન વિવાદમાં

આહલુવાલિયાએ જણાવ્યું કે ૧૭ વર્ષનો એક છોકરો દુકાનમાં ખરીદી કરી રહ્યો હતો તેનું પણ મોત થયું છે. પોલીસે તેના માથે પૉઇન્ટ બ્લેન્જ રેંજથી ગોળી મારી છે. એક દુકાનદારને ગોળી મારવામાં આવી છે તેનું પણ મોત થઈ ગયું છે. ત્રીજી વ્યક્તિ હૉસ્પિટલમાં છે. પોલીસે ગુંડાઓ પર તો લાઠીચાર્જ જ કર્યો પરંતુ નિર્દોષો પર ગોળીબાર કર્યો છે.

national news amit shah gujarati mid-day