એપ્રિલ 2020માં શરૂ થશે રામ મંદિરના નિર્માણનું કામ, આવી રીતે બનશે મંદિર

17 November, 2019 01:57 PM IST  |  Ayodhya

એપ્રિલ 2020માં શરૂ થશે રામ મંદિરના નિર્માણનું કામ, આવી રીતે બનશે મંદિર

આવી રીતે બનશે રામ મંદિર

એપ્રિલ 2020થી શરૂ થઈને 2022 સુધીમાં રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ શકે છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી એ ખબર આપી છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપેલા નિર્ણયથી મંદિરના નિર્માણનો રસ્તો સાફ કરી દીધો છે. સાથે કોર્ટે એ પણ નિર્દેશો આપ્યા છે કે તેઓ 3 મહિનાની અંદર યોજના બનાવે અને મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટની રચના કરે.

એએનઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, આ વાત પર પણ ચર્ચા થઈ રહી છે કે નવું ટ્રસ્ટ બનાવવામાં આવે અથવા તો નવા ટ્રસ્ટમાં જ એક નવા સભ્યને સામેલ કરવામાં આવે. સૂત્રોએ જણાવ્યું છે કે વીએચપી અને  બજરંગ દળના  સભ્યોને પણ સામેલ કરવામાં આવી શકે છે. જો કે સભ્યોને લઈને છેલ્લો નિર્ણય તો વડાપ્રધાન કાર્યાલય જ લેશે. સૌથી મોટો વિવાદ જે પ્રસ્તાવિત ટ્રસ્ટના સામે આવવાની સંભાવના છે, તે મંદિર નિર્માણ માટે અનેક સંગઠનો, ટ્રસ્ટો અને ધાર્મિક સમૂહો દ્વારા ફંડ જમા કરવા સંબંધી છે.

મુખ્ય મુદ્દો એ હશે કે શું આ ફંડ જમાકર્તા નવા ટ્રસ્ટને પૈસા સોંપવા માટે તૈયાર થશે અને તેઓ છેલ્લા 27 વર્ષોમાં જમા કરેલા પૈસા માટે ઉત્તરદાયી હશે. એએનઆઈના પ્રમાણે, વીએચપીનું માનવું છે કે રામ મંદિરનું નિર્માણ સરકારી પૈસાના બદલે લોકોના પૈસાથી થવું જોઈએ. ન્યૂઝ એજન્સી આઈએએનએસના પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રાલયો સુપ્રીમ કોર્ટમા નિર્ણયને વાંચીને તેના પર જલ્દી કામ શરૂ કરવા માટે કહી ચુક્યા છે.

આ પણ જુઓઃ Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

જાણો શું છે પ્રક્રિયા
અયોધ્યા જમીન અધિગ્રહણ એક્ટ 1993 અંતર્ગત ટ્રસ્ટેની રચના થશે. મંદિર માટે આંતરિક અને બહારની જમીનનો કબજો લેશે. આ જ કાયદા અંતર્ગત સરકારે વિવાદિત સ્થળની આસપાસની 67.7 એકર જમીન અધિગ્રહીત કરી હતી. કેટલીક શરતો સાથે આ કાયદાથી જમીન ટ્રસ્ટને સોંપવામાં આવશે.

ram mandir ayodhya