✕

સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને મળી દિવાળીની ભેટ

29 October, 2026 09:57 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો, નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટ બેઠકમાં સાતમા પગારપંચ હેઠળ લેવામાં આવ્યો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે પોતાના તમામ સરકારી કર્મચારીઓના ડિયરનેસ અલાઉન્સ (DA)માં ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી છે. આ જ રીતે પેન્શનરો માટેની મોંઘવારી રાહતમાં એટલે કે ડિયરનેસ રિલીફ (DR)માં પણ સમાન ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટ મીટિંગમાં લેવાયેલા આ નિર્ણય બાદ હવે તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ૬૦ ટકાના બદલે સીધું ૬૩ ટકા ભથ્થું મળશે.

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ નવીનતમ દરો ૧ જુલાઈ ૨૦૨૬થી લાગુ ગણાશે, જેથી કર્મચારીઓને ત્રણ મહિનાનું એરિયર અને આ મહિનાનો વધારો એમ કુલ ચાર મહિનાની રકમ એકસાથે મળશે. આ વધારો સાતમા પગારપંચની ભલામણો પર આધારિત સ્વીકૃત ફૉર્મ્યુલા મુજબ જ કરવામાં આવ્યો છે. 

આ વધારો ૪૮.૫૪ લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૬૮.૭૧ લાખ જેટલા પેન્શનો માટે લાભદાયક પુરવાશ થશે.

national news india new delhi delhi indian government