લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ છે : મોદી

13 January, 2021 07:21 AM IST  |  New Delhi | Agency

લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ છે : મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી પર દેશના યુવાનો સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેમણે યુવાનોને કેટલાક ધ્યેયો આપ્યા, જવાબદારીઓ જણાવી અને રાજકારણમાં આવવાનું કહ્યું હતું. તેઓ વિડિયો કૉન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં સંબોધન કર્યું હતું.

વડા પ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘વંશવાદના રાજકારણને પણ નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજકીય રાજવંશ દેશનો સૌથી મોટો દુશ્મન છે. એને જડમૂળથી ઉખાડી નાખવો પડશે. આ કામ યુવાનોએ જ કરવું પડશે. પીએમે કહ્યું કે અગાઉ ભ્રષ્ટાચાર કેટલાક લોકોની ઓળખ બની ગયો હતો. હવે દેશ પ્રામાણિક વ્યક્તિઓને પ્રેમ આપી રહ્યો છે. જનપ્રતિનિધિઓ પણ સમજવા લાગ્યા છે કે સીવી મજબૂત હોવો જોઈએ.

narendra modi national news new delhi