'ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર' બાબતે કોંગ્રેસે પાછો ખેંચ્યો નિર્ણય?

28 December, 2018 09:12 PM IST  | 

'ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર' બાબતે કોંગ્રેસે પાછો ખેંચ્યો નિર્ણય?

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ સાથે વિવાદમાં

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ વિવાદોથી ઘેરાઈ ગયું છે. આ ફિલ્મને લઈને તીખા તેવરમાં દેખાઈ રહેલી કોંગ્રેસના સૂર હવે આશ્ચર્યજનક રૂપથી નરમ થઈ ગયા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ મહારાષ્ટ્ર કોંગ્રેસે ફિલ્મના ડિરેક્ટરને પત્ર લખીને ફિલ્મના સ્ક્રિનિંગની માંગ કરી છે. એટલુ જ નહી સત્યજીત તાંબેએ ફિલ્મના શૉ નહી થવાની પણ ચેતવણી આપી છે. જો કે કેટલાક કલાકો બાદ આ નિર્ણય પાછો ખેચવામાં આવ્યો હતો.
 
કોંગ્રેસે આ નિર્ણયનું કારણ જાહેર કર્યું નથી પણ માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો વિરોધ પાર્ટી માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. અને આ જ કારણે પાર્ટીએ ફિલ્મના વિરોધનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ચાલો સમજીએ કેમ કોંગ્રેસે પાછો ખેંચ્યો સ્ક્રિનિંગનો નિર્ણય
 
-કોંગ્રેસ નથી ફિલ્મને કારણવગરની પબ્લિસિટી આપવા ઈચ્છતી નથી જેના કારણે ફાયદો વિરોધી દળને ફાયદો મળે.

-કેટલાક મહિના પછી લોકસભા ચૂંટણી છે એવામાં કોંગ્રેસને ડર લાગી રહ્યો છે કે ફિલ્મના વિવાદથી એમની છાપને નુકશાન થશે.

-સુપ્રીમ કોર્ટ પહેલાથી જ કહી ચૂકી છે કે સાર્વજનિક રૂપથી હાજર તથ્યો અને સાચી ઘટનાઓ પર જો ફિલ્મ બને તો તેના પર
પ્રતિબંધ મુકી શકાશે નહી.

-કોંગ્રેસને એ વાતની બીક હતી કે ફિલ્મ પર વિવાદ કરવો ભાજપ માટે લોકસભા ચૂંટણી માટે મહત્વનો મુદ્દો બની જશે.

-ફિલ્મમાં વિવાદ થવાની સાથે કોંગ્રેસ સંદેશ આપવામાં માંગે છે કે દેશના યુવા વર્ગ સાથે છે અને ફિલ્મ કે પુસ્તક જેવી કોઈ પણ કલાત્મક અભિવ્યક્તિની વિરોધમાં છે.
 
જણાવી દઈએ કે આ ફિલ્મની સ્ટોરી 2004 થી 2008 સુધીમાં મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારૂની બુક 'The Accidental Prime Minister'પર આધારિત છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.
narendra modi rahul gandhi sonia gandhi anupam kher