ગુપ્તચર એજન્સીઓથી ગભરાયા આતંકીઓ હવે મહિલાઓના સહારે

20 January, 2019 12:40 PM IST  | 

ગુપ્તચર એજન્સીઓથી ગભરાયા આતંકીઓ હવે મહિલાઓના સહારે

આતંકીઓએ હવે મહિલા વિંગને ઉતારી મેદાનમાં

ગુપ્તચર એજન્સીઓની સક્રિયતાના કારણે આતંકી સંગઠન મહિલાઓનો સહારો લઈ રહ્યા છે. સુરક્ષા ચક્ર તોડવા માટે દિલ્લીમાં 22 મહિલા આતંકીઓને ઉતારવામાં આવ્યા છે. આ મહિલા આતંકીઓ ન માત્ર વિસ્ફોટકો લઈ જવા માટે સક્ષમ છે પરંતુ તેમને હથિયાર ચલાવતા પણ આવડે છે. ગુપ્તચર એજન્સીને મળેલા ઈનપુટ પ્રમાણે આ મહિલા આતંકીઓને મિશન મામલે મોબાઈલ પર વાત કરવાની મનાઈ છે. અત્યાર સુધી છ મહિલાઓની ઓળખાણ થઈ ચુકી છે. તેમને વેસ્ટ યૂપીના જિલ્લાઓમાં હોવાની સૂચના છે. સૂત્રોના પ્રમાણે પંજાબથી બે મહિલાઓ પકડાઈ હોવાની પણ જાણકારી મળી છે, જે પાકિસ્તાનની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

નેપાળના રસ્તે યૂપી અને દિલ્લી મોકલાયા હોવાની સૂચના

આતંકી સંગઠનો હની ટ્રેપનો સહારો લે છે તે કોઈનાથી છુપું નથી. વારંવાર આ પ્રકારના મામલાઓ સામે આવતા રહે છે. આતંકી સંગઠન હરકત-ઉલ-હર્બ-એ-ઈસ્લામ પણ હની ટ્રેપનો સહારો લેવામાં આવી રહ્યો હોવાની જાણકારી ગુપ્તચર એજન્સીઓ પાસે છે. સીમા પર અને ખીણ વિસ્તારમાં સક્રિય આતંકી સંગઠનોએ યૂપી અને દિલ્લીમાં હાજર સ્લીપર સેલને સતત સક્રિય રાખવા માટે 22 મહિલા આતંકીઓની વિંગ  તૈયાર કરી છે. તેમને નેપાળના રસ્તા યૂપી અને દિલ્લીમાં મોકલવામાં આવ્યા હોવાની સૂચના છે.

પણ વાંચોઃ અમિત શાહ એમ્સમાંથી થયા ડિસ્ચાર્જ, સ્વાઈન ફ્લૂનો કરાવી રહ્યા હતા ઈલાજ

મહિલા આતંકીઓને આપવામાં આવી છે શસ્ત્રો ચલાવવાની તાલિમ

વિંગમાં સામેલ તમામ મહિલા આતંકીઓને શસ્ત્રો ચલાવવાની તાલિમ આપવામાં આવી છે. આવી છ મહિલાઓની ઓળખાણ થઈ છે અને તેમને શોધખોળ થઈ રહી છે. આ મામલે જલ્દી જ મોટી કાર્રવાઈ થઈ શકે તેવી પણ સંભાવના છે.