દિલ્હીમાં આતંકવાદી હુમલાનું ષડ્યંતત્ર નિષ્ફળ આસામથી 3 આતંકવાદીની ધરપકડ

26 November, 2019 12:09 PM IST  |  New Delhi

દિલ્હીમાં આતંકવાદી હુમલાનું ષડ્યંતત્ર નિષ્ફળ આસામથી 3 આતંકવાદીની ધરપકડ

દિલ્હીમાં આતંકી હુમલો નિષ્ફળ

(જી.એન.એસ.) દિલ્હી પોલીસે એક મોટા આતંકવાદી ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે સોમવારે આઈઈડી સાથે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. સ્પેશ્યલ સેલે તેમને ગુવાહાટીથી ઝડપી પાડ્યા છે. ત્રણે શંકાસ્પદો આઇએએસ સાથે જોડાયેલા બતાવવામાં આવી રહ્યા છે. પોલીસને તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન પણ મળી આવ્યો છે.

ડીસીપી દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે પોલીસે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ સાથે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણે શંકાસ્પદ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પકડવામાં આવેલા ત્રણે લોકો દિલ્હી, આસામ સહિત કેટલાંક રાજ્યોમાં હુમલાની તૈયારી કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ સોમવારે જીવતા ગ્રેનેડ સાથે એક આતંક‍વાદીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર, આ આતંકવાદી બારામુલામાં રેલવે ભરતી દરમ્યાન મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો. તેની પાસે ગ્રેનેડ મળી આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

આ પહેલાં અવંતીપોરમાં પોલીસે ગુરુવારે એક આતંકવાદીના સહયોગીની દરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે પકડવામાં આવેલી વ્યક્તિ ત્રાલ ક્ષેત્રમાં સ્થાનિક લોકોને ધમકી આપવાનું અને ડરાવવાનું કામ કરતી હતી. પોલીસ અનુસાર, ત્રાલના લારો જગીર વિસ્તારના નિવાસી આસિફ અહમદ ભટ્ટ જેતે વિસ્તારમાં ધમકી ભર્યાં પોસ્ટરો લગાવવામાં સામેલ હતો.

national news delhi terror attack