તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ સરકારી બંગલો કરવો પડશે ખાલી

08 February, 2019 02:29 PM IST  | 

તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ સરકારી બંગલો કરવો પડશે ખાલી

તેજસ્વીવને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

બિહારના પૂર્વ નાયબમુખ્યમંત્રી અને વિધાનસભાના નેતા વિપક્ષ તેજસ્વી યાદવને આજે સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. તેજસ્વીની અરજીને ફગાવતા કોર્ટે તેના પર 50 હજારનો દંડ પણ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેજસ્વી યાદવે આવી અરજી કરીને કોર્ટનો સમય બગાડી રહ્યા છે. તેજસ્વીએ હવે પોતાનો બંગલો ખાલી કરવો જ પડશે.

આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ જેમાં કોર્ટે તેજસ્વીની અરજીને ફગાવી દીધી. આ પહેલા પટના હાઈકોર્ટ પણ તેજસ્વીની અરજી ફગાવી ચુક્યું છે, જે બાદ તેજસ્વીએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

તેજસ્વી યાદવનો બંગલો ખાલી કરાવવા માટે બિહાર સરકાર તરફથી પોલીસ અને અધિકારીઓ પહોંચ્યા હતા, પરંતુ તેજસ્વીના બંગલાના ગેટ પર નોટિસ લગાવવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જે બાદ અધિકારીઓ પાછા ફરી ગયા હતા અને તેમના ઉપરી અધિકારીઓને વાત કરી હતી. આ બાદ રાજદના નેતા ગેઈટની બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને બંગલો ખાલી નહોતો થઈ શક્યો.

આ પણ વાંચોઃ રાફેલ ડીલઃરાહુલે કહ્યું PM મોદીની સીધી સંડોવણી

શું છે વિવાદ?
નાયબ મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે તેજસ્વી યાદવને પટનાના 5 દેશ રત્ન માર્ગ પર આવેલા બંગલો ફાળવવામાં આવ્યો હતો. તેઓ હજુ પણ આ બંગલામાં રહી રહ્યા છે, પરંતુ હવે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી છે, એટલે જ સરકારી બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. અને તેમને પોલો રોડમાં બંગલો ફાળવવામાં આવ્યો હતો, જેમાં પહેલા સુશીલ મોદી રહેતા હતા. અને તેમણે તે બંગલો ખાલી કરી દીધો છે.

national news