17 વર્ષની છોકરીએ પૈસા માટે પોતાને વેચી; 19 પુરુષોમાં ફેલાવ્યો HIV, પત્નીઓ પણ...

08 August, 2025 06:56 AM IST  |  Nainital | Gujarati Mid-day Online Correspondent

Teen Transmits HIV to Multiple Men: ઉત્તરાખંડના રામનગર શહેરમાંથી એક ચિંતાજનક કિસ્સો ઑનલાઈન સામે આવ્યો છે. ડ્રગ્સની વ્યસની 17 વર્ષની એક છોકરી ઝડપથી HIV ફેલાવી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં ઓછામાં ઓછા 19 પુરુષો HIV થી સંક્રમિત થયા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ઉત્તરાખંડના રામનગર શહેરમાંથી એક ચિંતાજનક કિસ્સો ઑનલાઈન સામે આવ્યો છે. ડ્રગ્સની વ્યસની 17 વર્ષની એક છોકરી ઝડપથી HIV ફેલાવી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં ઓછામાં ઓછા 19 પુરુષો HIV થી સંક્રમિત થયા છે. આ પુરુષોને ખબર નહોતી કે તેઓ જે છોકરી સાથે સેક્સ કરી રહ્યા હતા તે HIV પોઝિટિવ  છે.

17 વર્ષની છોકરીએ 19 પુરુષોને HIV આપ્યો
એક યુવકે X પર પોસ્ટ કરી છે, જેમાં તેણે દાવો કર્યો છે કે છોકરીના સંપર્કમાં આવેલા પુરુષોને ખબર નહોતી કે તે HIV પોઝિટિવ છે. તેમાંથી કેટલાક પરિણીત હોવાનું કહેવાય છે, જેના કારણે વાયરસ તેમની પત્નીઓમાં ફેલાયો હતો. યુવકે ટ્વીટ કર્યું, "ઉત્તરાખંડના નૈનિતાલમાં એક 17 વર્ષની છોકરીએ 19 યુવાનોને HIV આપ્યો. તે સ્મેક (Drugs)ની વ્યસની હતી, અને પોતાનું વ્યસન પૂરું કરવા માટે, તેણે પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યા. પુરુષોને ખબર નહોતી કે તેને HIV છે. તેણે કેટલાક પરિણીત પુરુષો સાથે પણ સંબંધો બાંધ્યા હતા, જેમની પત્નીઓને પણ HIV થયો હતો."

જ્યારે બીમાર પડ્યા પછી પુરુષોનું પરીક્ષણ કરવામાં આવ્યું
આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે વિસ્તારના ઘણા યુવાનોએ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદ કરી. તેઓએ રામ દત્ત જોશી સંયુક્ત હૉસ્પિટલમાં સ્થિત ઇન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ સેન્ટર (ICTC) નો સંપર્ક કર્યો, જ્યાં પરીક્ષણોમાં પુષ્ટિ મળી કે તે HIV પોઝિટિવ છે. ત્યારબાદની તપાસમાં એક સામાન્ય કડી બહાર આવી. આર્થિક રીતે નબળા પરિવારની એક કિશોરી હેરોઈન ડ્રગ્સ લઈ રહી હતી. કાઉન્સેલિંગ દરમિયાન, એવું બહાર આવ્યું કે તે ઘણા મહિનાઓથી ઘણા ચેપગ્રસ્ત પુરુષો સાથે સેક્સ કરી રહી હતી.

ઘણા લોકોએ પુરુષોના આ કૃત્ય પર સવાલ ઉઠાવ્યા હતા
પોસ્ટ ઑનલાઈન સામે આવ્યા પછી, સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી છે. આ ઘટનાએ ઘણા લોકોને ચોંકાવી દીધા હતા, પરંતુ ઘણા લોકોએ એ વાત પર ધ્યાન દોર્યું હતું કે પુરુષોએ એક સગીર સાથે સેક્સ કર્યું હતું, જે સજાપાત્ર ગુનો છે. એક યુઝરે ટિપ્પણી કરી, "આમ પરિણીત પુરુષોએ તેમની પત્નીઓને છેતર્યા અને સગીર સાથે સેક્સ કર્યું. તેઓ આ સજાના હકદાર છે."

લોકોએ કહ્યું- આવા પુરુષો સાથે આવું જ થવું જોઈએ
બીજાએ કહ્યું, "તે પુરુષો પરિણીત હોવા છતાં, કોઈ પણ  પ્રોટેક્શન વિના સગીર સાથે સેક્સ કરવાનો વ્યક્તિગત નિર્ણય લીધો. આવા લોકો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી!!! આ કિસ્સામાં, ફક્ત તે ગરીબ સ્ત્રીઓ જ ભોગ બને છે જેમણે આ ઘૃણાસ્પદ પુરુષો સાથે લગ્ન કર્યા હતા!" એક યુઝરે કહ્યું કે તમારો મતલબ છે કે હવે ઘણા પરિણીત પુરુષો પર POSCO હેઠળ કેસ દાખલ થવો જોઈએ."

‘મારા બાજુના રૂમમાં રોજ એક છોકરી..’
આ દરમિયાન, એક યુઝરે પોતાની વાર્તા શૅર કરતા કહ્યું, “બે વર્ષ પહેલાં, હું નોઈડામાં કામ કરતો હતો અને મેં મારા રૂમની બાજુમાં લગભગ 16-18 વર્ષની એક છોકરીને રહેતી જોઈ. તે સ્પષ્ટ કારણોસર દરરોજ પુરુષ મિત્રોને ફોન કરતી હતી. જ્યારે મકાનમાલિકને આ વાતની ખબર પડી, ત્યારે તેણે તેને ભગાડી દીધી.”

nainital uttarakhand food and drug administration dehradun sexual crime sex and relationships social media national news news health tips