અયોધ્યા વિવાદમાં ન થઈ મધ્યસ્થી, 6 ઑગસ્ટથી સુપ્રીમમાં રોજ થશે સુનાવણી

02 August, 2019 03:01 PM IST  |  નવી દિલ્હી

અયોધ્યા વિવાદમાં ન થઈ મધ્યસ્થી, 6 ઑગસ્ટથી સુપ્રીમમાં રોજ થશે સુનાવણી

અયોધ્યા મામલે 6 ઑગસ્ટથી રોજ સુનાવણી

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં મધ્સ્થતા પેનલના પ્રયાસો નિષ્ફળ થયા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે હવે 6 ઑગસ્ટથી મામલાની રોજ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ શુક્રવારે કહ્યું કે મધ્યસ્થતા પેનલનો રિપોર્ટ અમે જોઈ લીધો છે અને તે મામલાનું અંતિમ સમાધાન નથી લાવી શક્યું. હવે અમે 6 ઑગસ્ટથી આ કેસની નિયમિત સુનાવણી કરીશું. તેમણે કહ્યું કે આ મામલાની સુનાવણી ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી કોઈ પરિણામ નથી નીકળતું. મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની સંવિધા પીઠ કરી રહી છે. જેમાં જસ્ટિસ એસ એ બોબડે, ડી. વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ, અબ્દુલ નજીર પણ સામેલ છે.

સુપ્રીમ કોર્ટે ગત 18 જુલાઈએ અયોધ્યા મામલામાં મધ્યસ્થતાના માધ્યમથી સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહેલી ત્રણ સભ્યોની પેનલ પાસેથી પ્રગતિનો અહેવાલ માંગ્યો હતો. પાછલી સુનાવણી દરમિયાન કોર્ટે મધ્યસ્થતા પેનલની પ્રગતિ પર રિપોર્ટ જોયા બાદ પેનલને 31 જુલાઈ સુધીનો વધુ સમય આપ્યો હતો. કોર્ટે રિપોર્ટના તથ્યોને સાર્વજનિક કરવાની એ માટે ના પાડી દીધી હતી કે કોર્ટનો શરૂઆતનો આદેશ તથ્યોને ગોપનીય રાખવાનો હતો.

આ પણ વાંચોઃ Happy Birthday : વિજય રૂપાણીની રાજકીય કારર્કિદી જુઓ તસવીરોમાં

અલહાબાદ હાઈકોર્ટ 2010માં રામ જન્મભૂમિને બરાબર ત્રણ ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો. જેમાં એક હિસ્સો ભગવાન રામલલા વિરાજમાન, બીજો નિર્માહી અખાડા અને ત્રીજો હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવાનો આદેશ હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોર્ટમાં 2010થી આ કેસ ચાલે છે.

કોર્ટે આ કેસના ઉકેલ માટે ૮ માર્ચે એક સમિતિની રચના કરી હતી. સમિતિમાં ભૂતપૂર્વ જસ્ટિસ એફ. એમ. ખલિફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ સામેલ છે. મે માસમાં જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની બેન્ચે મધ્યસ્થતા સમિતિને વિવાદના ઉકેલ માટે ૧૫ ઑગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. બેન્ચે આદેશ કર્યો હતો કે તેઓ આઠ અઠવાડિયાંમાં વિવાદનો ઉકેલ લાવે અને સમગ્ર વાતચીત કૅમેરાની સામે કરવામાં આવે.

ayodhya ayodhya verdict supreme court