શરમ નથી આવતી, લોકો ઘરમાં હવે પણ સુરક્ષિત નથીઃ સરકારને ફટકાર

07 November, 2019 09:35 AM IST  |  New Delhi

શરમ નથી આવતી, લોકો ઘરમાં હવે પણ સુરક્ષિત નથીઃ સરકારને ફટકાર

સુપ્રિમ કોર્ટ

(જી.એન.એસ.) સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રદૂષણ મામલે સુનાવણી કરી. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને કહ્યું કે લોકતંત્રમાં તમે એ ના કહી શકો કે તમે કંઈક કરવા અસમર્થ છો.

કોર્ટે કહ્યું કે જ્યારે હરિયાણા પરાળ સળગાવવાનું ઓછું કરી શકે છે તો પંજાબ એવું કેમ કરી ના શકે. કોર્ટે કહ્યું કે જો પરાળ આ રીતે સળગતી રહી તો શું લોકોને મરવા માટે છોડી દઈએ. એટર્ની જનરલે કહ્યું કે ૨ લાખ ખેડૂતો પર નિયંત્રણ કરી શકાય તેમ નથી, પરાળ સળગતા રહેશે.

કોર્ટે આ વિશે પંજાબના મુખ્ય સચિવને ફટકાર લગાવતા કહ્યું કે અમે આપને અહીંથી સસ્પેન્ડ કરીને પંજાબ મોકલીશું, જો આપનો જવાબ એ જ છે કે કેન્દ્ર સરકારને આ મામલે કંઈ કરવું જોઈએ. આપ આપની સિસ્ટમને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છો. આપે પરાળ ખરીદવા માટે શું કર્યું, આપની પાસે શું પ્લાન છે. આપ તેના માટે જવાબદાર છો. કોઈ પણ પરાળ સળગવી જોઈએ નહીં.

આ પણ જુઓ : જૂનાગઢ જાઓ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નહીં હો..

સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને પ્રદૂષણ રોકવા માટે રોડ મેપ બનાવવા માટે ૭ દિવસનો સમય આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર ખેડૂતો પર કાર્યવાહી કરવાથી શું થશે. આપ તેમને મૂળભૂત સુવિધા આપી રહ્યા નથી અને તેમની પર કાર્યવાહી કરી રહ્યા છો, એવામાં કાયદો-વ્યવસ્થા કાયમ કરવામાં મુશ્કેલી આવશે. અમીર ખેડૂત ઘણા અમીર છે, ગરીબ ખેડૂત ઘણા ગરીબ છે. એ આપને પણ ખબર છે કે આ કોની ભૂલ છે. હરિયાણા સરકારના મુખ્ય સચિવે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અમે તમામ ગ્રામ પંચાયતમાં મિટિંગ કરી રહ્યા છીએ.

national news air pollution supreme court