02 May, 2026 08:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વૈશ્વિક ઊથલપાથલ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારની તિજોરી ભરાઈ રહી છે. એપ્રિલ મહિનામાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નું કલેક્શન ૨.૪૨ લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે જે તમામ રેકૉર્ડ તોડી નાખે છે. આમ ભારતના અર્થતંત્રે નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ની શરૂઆત સકારાત્મક રીતે કરી છે. એપ્રિલ ૨૦૨૬માં GST કલેક્શનના આંકડા ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૮.૭ ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો દર્શાવે છે કે વૈશ્વિક પડકારો છતાં સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ સ્થિર રહી છે અને બજારની માગણી અકબંધ રહે છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં GST કલેક્શન ૨.૨૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. GST કલેક્શન અર્થતંત્રના સ્વાસ્થ્યને પ્રતિબિંબિત કરે છે. કલેક્શન વધારે છે એ સૂચવે છે કે હાઈ-વૅલ્યુ ખરીદીમાં વધારો થયો છે, ફૅક્ટરી-ઉત્પાદનમાં વધારો થયો છે અને લોકો પ્રામાણિકતાથી કરની ચુકવણી કરે છે.
આ મુદ્દાની અરજીમાં જણાવાયું છે કે પ્રાઇવેટ ઍરલાઇન્સે કોઈ પણ માન્ય કારણ આપ્યા વિના ઇકૉનૉમી ક્લાસ માટે મફત ચેક-ઇન બૅગેજ પચીસ કિલોથી ઘટાડીને ૧૫ કિલો કરી નાખ્યું છે જેથી અગાઉની સેવા હવે આવકના સ્રોતમાં ફેરવાઈ ગઈ છે. હાલમાં વિમાનભાડાં અથવા વધારાના શુલ્કનું નિયમન કરવા માટે કોઈ સંસ્થા નથી, જેને કારણે ઍરલાઇન્સ મનસ્વી રીતે ફી વસૂલ કરી રહી છે.