07 October, 2025 09:10 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સોનમ વાંગચુક
૨૬ સપ્ટેમ્બરે લેહમાં થયેલી હિંસા પછી સોનમ વાંગચુકની નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA) અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને પડકારતી અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ પ્રશાસન અને રાજસ્થાન સરકારને નોટિસ આપી છે અને ૧૪ ઑક્ટોબર સુધીમાં જવાબ આપવા કહ્યું છે.