CBI તપાસને લઈને સુપ્રિમ કોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો...

19 November, 2020 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

CBI તપાસને લઈને સુપ્રિમ કોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો...

ફાઈલ ફોટો

સુપ્રીમ કોર્ટે (Supreme Court) CBI તપાસને લઈને આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ માટે એક નવો નિયમ બનાવ્યો છે.

ચુકાદા મુજબ સીબીઆઈ તપાસ માટે જે રાજ્યમાં જાય ત્યાનાં રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજીયાત રહેશે. CBIના અધિકાર ક્ષેત્રના સંબંધમાં સતત સવાલ ઉઠતા રહ્યાં છે. મોટા ભાગે એક સવાલ સર્જાય છે કે શું તપાસ માટે CBI એ સંબંધિત રાજ્યોની અનુમતિ લેવી જરૂરી છે કે નહીં. એવામાં આજે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં CBI એ તપાસ માટે સંબંધિત રાજ્યોની પરવાનગી લેવી જરૂરી છે.

એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટ ગુરવારે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, જેમાં શક્તિઓ અને અધિકાર ક્ષેત્ર માટે CBI ને રાજ્ય સરકારની મંજુરી લેવી અનિવાર્ય છે. આ જોગવાઈ બંધારણના સંધીય ચરિત્રને અનુરૂપ છે.

તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે, રાજ્યમાં તપાસ કરવા માટે CBIને આપવામાં આવેલી પરવાનગી પરત લેવામાં આવે છે. જોકે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તપાસની પરવાનગી પરત લેવાના કારણે હાલ ચાલી રહેલી તપાસ પર કોઈ અસર પડશે નહી. ભવિષ્યમાં CBI મહારાષ્ટ્રમાં કોઈ નવા મામલાની તપાસ કરવા માંગશે તો તેણે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે પરંતુ કોર્ટ તરફથી તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યો હશે તો પરવાનગીની જરૂર પડશે નહી. આ અગાઉ રાજસ્થાન સહિતના બિનભાજપ શાસિત રાજ્યોએ સીબીઆઈની તપાસ પહેલા રાજ્યની મંજુરી ફરજીયાત બનાવી દીધી છે.

CBI દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, 1946 દ્વારા શાસિત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, CBIને તપાસ કરતા પહેલા સંબંધિત રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે

supreme court national news