20 May, 2025 12:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટે સોમવારે એક ઐતિહાસિક નિર્ણયમાં કહ્યું હતું કે, ‘હાઈ કોર્ટના તમામ રિટાયર્ડ જજોને સમાન પેન્શન અને સેવાનિવૃત્તિ લાભ મળશે, ભલે તેઓ કાયમી જજ રહે કે વધારાના જજ. નિવૃત્તિ પછી પેન્શન અને અન્ય લાભોમાં ભેદભાવ બંધારણના અનુચ્છેદ ૧૪ હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન હશે. વધારાના અને કાયમી જજો વચ્ચે કોઈ પણ ભેદભાવ ગેરબંધારણીય હશે. વધારાના જજોના પરિવારો પણ કાયમી જજોના પરિવારોને મળતા નિવૃત્તિના લાભો માટે હકદાર રહેશે.’
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં જસ્ટિસ એ.જી. મસીહ સામેલ હતા. બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે ‘કોઈ પણ જજને ન્યાયતંત્રમાં કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા એના આધારે ભેદભાવનો સામનો કરવો જોઈએ નહીં, પછી ભલે તે બારમાંથી હોય કે નીચલી કોર્ટમાંથી બઢતી આપવામાં આવી હોય.’