એસસી અને એસટી સમુદાયના લોકો આજે પણ દેશમાં અસ્પૃશ્ય : સુપ્રીમ કોર્ટ

02 October, 2019 07:49 AM IST  |  નવી દિલ્હી

એસસી અને એસટી સમુદાયના લોકો આજે પણ દેશમાં અસ્પૃશ્ય : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ

એસસી-એસટી એક્ટ મામલે કેન્દ્ર સરકારે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી જેનો સ્વીકાર કરતાં સુપ્રીમ કોર્ટે પોતાનો જ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. હકીકતમાં ૨૦ માર્ચ ૨૦૧૮માં પોતાના ચુકાદામાં કોર્ટે આગોતરા જામીનની જોગવાઈ કરી હતી અને ધરપકડ માટે દિશાનિર્દેશ બહાર પાડ્યાં હતાં, જેણે ધરપકડની જોગવાઈને નબળી કરી હોવાનું ગણવામાં આવતું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. ત્રણ જજોની બેન્ચે ગત વર્ષે આપેલા ચુકાદાને બે જજોની બેન્ચે રદ કર્યો. જો કે બે જજોના ચુકાદા બાદ ચુકાદો પલટવા માટે કેન્દ્ર સરકાર આ કાયદામાં સંશોધન કરીને તેને ફરીથી ખૂબ કડક કરી ચૂકી છે. જેમાં તરત ધરપકડ થશે અને આગોતરા જામીનની જોગવાઈને ખતમ કરવામાં આવી.

આ પણ વાંચો : જો Tejas Express મોડી પડશે તો મુસાફરોને મળશે 250 રૂપિયા સુધીનું રિફંડ

સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે ચુકાદો પલટી નાખતા કહ્યું કે સમાનતા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સંઘર્ષ દેશમાં હજી ખતમ થયો નથી. એસસી-એસટી સમુદાયના લોકોએ હજી પણ છૂત- અછૂત દુર્વ્યવહાર અને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે.

supreme court new delhi national news