એના કરતાં તો બધાને એક વિસ્ફોટમાં મારી નાખો : પ્રદુષણ પર સુપ્રીમ લાલધુમ

26 November, 2019 12:03 PM IST  |  New Delhi

એના કરતાં તો બધાને એક વિસ્ફોટમાં મારી નાખો : પ્રદુષણ પર સુપ્રીમ લાલધુમ

દિલ્હીમાં પ્રદુષણ

(જી.એન.એસ.) સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પાણીની ગુણવત્તા અને હવાના પ્રદૂષણ અંગે આકરું વલણ અપનાવતાં કેન્દ્ર અને રાજ્યની ટીકા કરી છે. તાજેતરમાં પાણીની ગુણવત્તા અંગે આવેલા અહેવાલની પણ ગંભીર નોંધ લઈ જણાવ્યું હતું કે લોકોને શુદ્ધ પીવાલાયક પાણી મેળવવાનો અધિકાર છે. દિલ્હીમાં પાણી અને હવાના પ્રદૂષણને લઈ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારોને વેધક પ્રશ્ન કર્યો હતો કે શું લોકોને તમે આ રીતે ટ્રીટ કરશો, શું દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને લીધે લોકોને આ રીતે મરવા માટે મજબૂર કરશો. શું લોકોને ગૅસ-ચેમ્બરમાં રહેવા માટે મજબૂર કરશો. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને લીધે સેંકડો લોકોના જીવન ટૂંકા થઈ રહ્યા છે અને ગૂંગળાઈ રહ્યા છે.

પ્રતિબંધ હોવા છતાં પરાળ સળગાવવાના સંખ્યાબંધ કિસ્સા ધ્યાનમાં આવી રહ્યા છે ત્યારે સુપ્રીમે પંજાબ અને હરિયાણા સરકારની પણ ટીકા કરી હતી. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મેહતાને પૂછ્યું હતું કે લોકો આ પ્રકારની તકલીફનો સામનો કરવા શા માટે મજબૂર છે, આથી વધારે યોગ્ય એ રહેશે કે ૧૫ બૅગોમાં એકસાથે વિસ્ફોટ કરીને તેમને એકસાથે જ ઉડાવી દેવામાં આવે. અમને આશ્ચર્ય થાય છે કે હજી પણ સરકારો વચ્ચે એકબીજા પર આરોપ લગાવવાની રમત ચાલી રહી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને પૂછ્યું હતું કે રાજ્યમાં પરાળી સળગાવવાની ઘટના હજી પણ બની રહી છે. પરાળી સળગાવવાના નિયંત્રણ માટે અગાઉ કરતાં સારું કામ કર્યું, પરંતુ હવે ફરી આ પ્રમાણ વધી ગયું છે. પંજાબ અને હરિયાણા સરકાર આ મુદ્દે કંઈ જ કરી રહી નથી. ખંડપીઠે પંજાબના મુખ્ય સચિવને કહ્યું હતું કે અમે રાજ્યની દરેક સંસ્થાને જવાબદાર ઠરાવશું. તમે લોકોને આ રીતે મરવા માટે છોડી શકો નહીં. દિલ્હી-એનસીઆરના લોકોને મરવા અને કૅન્સરગ્રસ્ત સ્થિતિનો સામનો કરવા માટે આ રીતે છોડી શકાય નહીં.

national news supreme court