નૂપુર શર્માની ટિપ્પ્ણી બદલ તેમણે ટીવી પર આખા દેશની માફી માગવી જોઈએ- SC

01 July, 2022 12:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કૉર્ટે નૂપુર શર્માને આખા દેશમાંથી માફી માગવા કહ્યું છે. સાથે કૉર્ટે કેસ ટ્રાન્સફર કરનારી અરજી પણ ફગાવી દીધી છે. સુપ્રીમ કૉર્ટે તેમને હાઈ કૉર્ટ જવા કહ્યું.

નૂપુર શર્મા (ફાઈલ તસવીર)

પૈગંબર પર ટિપ્પમી મામલે બીજેપીમાંથી સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માને સુપ્રીમ કૉર્ટે ફટકાર્યા છે. સુપ્રીમ કૉર્ટે નૂપુર શર્માને આખા દેશમાંથી માફી માગવા કહ્યું છે. સાથે કૉર્ટે કેસ ટ્રાન્સફર કરનારી અરજી પણ ફગાવી દીધી છે. સુપ્રીમ કૉર્ટે તેમને હાઈ કૉર્ટ જવા કહ્યું.

શુક્રવારે નૂપુર શર્મા દ્વારા પૈગંબરને લઈને કરવામાં આવેલી ટિપ્પણી પર સુપ્રીમ કૉર્ટે નારાજગી વ્યક્ત કરી છે. નૂપુર શર્માની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કૉર્ટે કહ્યું કે તેમની ટિપ્પણીએ દેશમાં લોકોની ભાવનાઓ ઉશ્કેરી દીધી છે. આજે દેશમાં જે કંઇપણ થઈ રહ્યું છે, તેની માટે તે જવાબદાર છે.

કૉર્ટે કહ્યું કે અમે ડિબેટ જોઈ, તેને ઉશ્કેરવાનો પ્રયત્ન થયો. પણ ત્યાર બાદ તેમણે જે પણ કહ્યું, તે વધારે શરમજનક છે. નૂપુર શર્મા અને તેના શબ્દોએ આખા દેશમાં આગ લગાડી છે. તે ઉદયપુરમાં થયેલી ઘટના માટે જવાબદાર છે. નૂપુર શર્માએ ટીવી પર આવીને માફી માગવી જોઈએ.

વકીલે જ્યારે તેમની માફી અને પૈગંબર પર કરવામાં આવેલી ટિપ્પણીને વિનમ્રતા સાથે પાછા લેવાની વાત કરી ત્યારે પીઠે કહ્યું કે તેમણે માફી માગવામાં પણ ઘણું મોડું કર્યું હતું. SCએ કહ્યું કે તેમની ફરિયાદ પર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પણ અનેક FIR છતાં તેમને હજી સુધી દિલ્હી પોલીસ સ્પર્શી પણ નથી.

બીજેપીએ પાર્ટીમાંથી કરી દીધા હતા સસ્પેન્ડ
જણાવવાનું કે નૂપુર શર્મા બીજેપી પ્રવક્તા રહી ચૂક્યાં છે. તેમણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં પૈગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આનો ઘણો વિરોધ થયો. અહીં સુધી કુવૈત, યૂએઇ, કતર સહિત તમામ મુસ્લિમ દેશોએ તેમના નિવેદનની ટીકા કરી હતી. ત્યાર બાદ બીજેપીએ નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં. ત્યાર બાદ તેમણે ટિપ્પણીને લઈને માફી માગી હતી. સાથે કહ્યું કે હું મારા શબ્દો પાછા લઉં છું. મારી ઇચ્છા કોઈને પણ ઠેસ પહોંચાડવાની નહોતી.

નૂપુર શર્માની પૈગંબર મોહમ્મદની ટિપ્પણીને લઈને દેશના અનેક ભાગમાં પ્રદર્શન થયું હતું. એટલું જ નહીં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં તેમના વિરુદ્ધ કેસ પણ નોંધાવવામાં આવ્યા છે. તો નૂપુર શર્માએ બધા કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માગને લઈને સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી. સુપ્રીમ કૉર્ટે તેમને હાઇ કૉર્ટમાં જવા કહ્યું. કહેવામાં આવી રહ્યું છેકે તેમણે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.

national news supreme court