સુપ્રીમ કોર્ટે 43 ખેડૂત સંગઠનોને બંધ દિલ્હી સરહદ ખોલવા માટે નોટિસ ફટકારી

04 October, 2021 04:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

એટર્ની જનરલ કેકે વેણુગોપાલે લખીમપુર ખેરીની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આવી કમનસીબ ઘટનાઓ ન બનવી જોઈએ.

સુપ્રીમ કોર્ટ

ખેડૂતોના આંદોલનને કારણે બંધ દિલ્હીની સરહદ ખોલવાની માગ પર સુપ્રીમ કોર્ટે 43 ખેડૂત સંગઠનોને નોટિસ ફટકારી છે. ખેડૂતોના આંદોલનને કારણે યુપી અને હરિયાણાને દિલ્હી સાથે જોડતા રસ્તાઓ બંધ છે, જેને ફરી ખોલવાની સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી હતી. હવે કોર્ટે આ અંગે તમામ ખેડૂત સંગઠનોને નોટિસ ફટકારવામાં આવી છે. હરિયાણા સરકારે એક અરજી દાખલ કરીને માંગ કરી છે કે 43 ખેડૂત સંગઠનોના પદાધિકારીઓને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવવા જોઈએ. કોર્ટ હવે આ મામલે 20 ઓક્ટોબરે સુનાવણી કરશે.

તે જ સમયે, અગાઉ સુપ્રીમ કોર્ટમાં કિસાન મહાપંચાયતની અરજીની સુનાવણી દરમિયાન, એટર્ની જનરલ કેકે વેણુગોપાલે લખીમપુર ખેરીની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આવી કમનસીબ ઘટનાઓ ન બનવી જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે કોઈ જવાબદારી લેતું નથી. સુપ્રીમ કોર્ટ વિચારણા કરશે જો કોર્ટમાં કેસની સુનાવણી પેન્ડિંગ હોય, તે દરમિયાન વિરોધ ચાલુ રાખી શકાય કે કેમ? શું વિરોધ કરવાનો અધિકાર સંપૂર્ણ અધિકાર છે? કિસાન મહાપંચાયત વતી સુપ્રીમ કોર્ટમાં જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી માગવામાં આવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે તેના પર વિચાર કરીશું.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદા પર રોક લગાવી દીધી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, “અમે કાયદાઓના અમલ પર સ્ટે મુક્યો છે. કેન્દ્રએ એમ પણ કહ્યું છે કે તે અત્યારે તેનો અમલ કરવા માગતી નથી. “તો પછી તમે વિરોધ શું કરવા માટે કરો છો?” તેવો સવાલ પણ સર્વોચ્ચ ન્યાયાલએ કર્યો હતો. દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે “જ્યારે મામલો પેન્ડિંગ છે ત્યારે અરજદાર કેવી રીતે વિરોધ કરી શકે. તમે વહેલી તકે સુનાવણીની વિનંતી કરી શકો છો.” સાથે જ ખેડૂતો વતી વકીલે કહ્યું કે અમે માત્ર કાયદાનો વિરોધ નથી કરી રહ્યા. વધુ માંગણીઓ પણ છે.

national news supreme court delhi