સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે રફેલ મુદ્રે ફેર વિચારણાની અરજી ફગાવી

14 November, 2019 03:58 PM IST  |  New Delhi

સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે રફેલ મુદ્રે ફેર વિચારણાની અરજી ફગાવી

રફેલ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા સરકારને રાહત મળી છે. રફેલ કેસમાં ફેર વિચારણાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમે કહ્યું કે આ કેસમાં અમને FIR કે ફરી તપાસ કરવાની કોઇ જરૂર લાગતી નથી.


જાણો, 10 મેના ચુકાદામાં શું થયું હતું
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચે લગભગ સવા કલાક અરજીકર્તા અને અડધો કલાક કેન્દ્ર સરકારની દલીલ સાંભળી. અરજકર્તાઓ તરફથી પ્રશાંત ભૂષણે માંગ કરી કે એફઆઈઆર નોંધાવીને રાફેલ ડીલની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવી જોઈએ. કેન્દ્ર સરકાર સરકાર તરફથી અર્ટોની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે આ કોઈ રસ્તા કે પુલનો કોન્ટ્રાકટ નથી, પરંતુ રક્ષા સોદો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અવમાનના મામલામાં પણ કોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખ્યો. રાહુલ પર સુપ્રીમ કોર્ટનો ખોટો હવાલો આપીને ચોકીદાર ચોર છે કહેવાનો આરોપ છે.


પુન:વિચાર અરજીનો મુખ્ય આધાર
1) સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં અનેક ક્ષતિઓ જોવા મળી.
2) ચુકાદો ખોટા દાવાઓ પર આધારીત હતો.
3) સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં અનેક ક્ષતિઓ.
4) ચુકાદો સ્વાભાવિક ન્યાયના સિદ્વાંતની વિરૂદ્ધ છે.
5) એક છાપામાં છપાયેલા અહેવાલમાં ઘણા તથ્યો સામે આવ્યા હતા.

સરકારે રાફેલ સાથે જોડાયેલા દસ્તાવેજ લીક થવા મુદ્રે સુપ્રીમમાં સોગંદનાનું કર્યું
કેન્દ્ર સરકારે 13મેના રોજ રાફેલ સાથે જોડાયેલા દસ્તાવેજ લીક થવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સોગાંદનામું દાખલ કર્યું હતું. તેમાં કેન્દ્રએ દલીલ કરી કે રાફેલ મામલામાં જે દસ્તાવેજોને આધાર બનાવીને પુર્નવિચાર અરજી દાખલ કરી છે, જે ભારતીય સુરક્ષા માટે ખૂબ જ સંવેદનશીલ છે. તે સાર્વજનિક હોવાથી દેશની સુરક્ષા ખતરામાં પડી છે. કેન્દ્રએ કહ્યું- અરજકર્તા યશવંત સિન્હા, અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ સંવેદનશીલ માહિતી લીક કરવાના દોષી છે. અરજકર્તાઓએ અરજીઓની સાથે દસ્તાવેજે લગાવ્યા છે તે બહાર પડ્યા છે, જે હવે દેશના દુશ્મન અને વિરોધીઓ માટે પણ ઉપલબ્ધ છે.

જાણો, શું છે રાફેલ ડીલ
રાફેલ ફાઈટર જેટ ડીલ ભારત અને ફ્રાન્સની સરકારોની વચ્ચે સપ્ટેમ્બર 2016માં થઈ હતી. આ અંતર્ગત ભારતીય વાયુસેનાને 36 અત્યાધુનિક લડાકુ વિમાન મળશે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, આ સોદો 7.8 કરોડ યુરો(લગભગ 58,000 કરોડ રૂપિયા)નો છે.

માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરને સ્વીકારી લીધી છે. આ સાથે જ કોર્ટને સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલ વિરુદ્ધ કોઈ અવગણના કેસ નહીં ચલાવવામાં આવે. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેસેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવું જોઈએ. કોર્ટને રાજકીય વિવાદમાં ઘસેડવું ખોટું છે. રાહુલને માફી માંગી લીધી હતી, અમે માફીને મંજૂર કરી લીધી છે.

આ પણ જુઓ : Children's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ

રાહુલ ગાંધીએ તેમના નિવેદન ‘ચોકીદાર ચોર છે’માં કોર્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમના આ નિવેદન પર ભાજપ સાંસદ મીનાક્ષી લેખે સુપ્રીમ કોર્ટમાં અવગણના અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાહુલ ગાંધીએ નિવેદન જાણી જોઈને વારં વાર આપ્યું હતું. તેમના નિવેદન માટે રાહુ ગાંધીએ માફી માંગી લીધી હતી. રાહુલ ગાંધીને મંજૂર કરતા સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ભવિષ્યમાં આવા કેસમાં લોકો વધારે સતર્ક રહેવું જોઈએ.

national news