દેશની દરેક સેક્સવર્કર્સ માટે સુપ્રિમ કોર્ટે આપ્યો આ આદેશ...

28 October, 2020 07:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશની દરેક સેક્સવર્કર્સ માટે સુપ્રિમ કોર્ટે આપ્યો આ આદેશ...

પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટ સેક્સવર્કર્સ માટે આજે એક મહત્ત્વનો ચુકાદો રાજ્યોને આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે દેશની દરેક સેક્સવર્કર્સને મફત અનાજ આપવાની જવાબદારી સરકારની છે અને કોઈ પણ રાજ્યની સરકાર તેમાંથી છટકી શકશે નહીં.

સુપ્રીમે દેશના તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે કોરોનાકાળમાં સેક્સવર્કર્સ માટે અલગથી સ્કીમ બનાવીને તેની મદદ કરવી જોઈએ. કોરોનાને કારણે તેમની આવક બંધ થઈ જતાં આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. સુનાવણી દરમિયાન તમામ રાજ્યોને આ અંગે સોગંદનામું દાખલ કરી દીધું હતું પરંતુ ઉત્તરપ્રદેશે કોઈ સચોટ જવાબ ન આપતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે અત્યાર સુધી યુપીની સરકારે સેક્સવર્કર્સને ચિન્હીત પણ કરી નથી.

શું તમે નાકો અથવા એવી કોઈ એજન્સી સાથે વાતચીત કરી છે તેવો સવાલ પણ પૂછતાં કહ્યું કે તમે ખુદને વેલ્ફેર રાજ્ય કહો છો પરંતુ ચાર સપ્તાહમાં તમે સેક્સવર્કર્સ માટે કશું જ કર્યું નથી જેના કારણે તેમની હાલત અત્યંત ખરાબ થઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ રાષ્ટ્રીય એઈડસ નિયંત્રણ સંગઠન સહિતની ઓથોરિટી દ્વારા ચિન્હીત યૌનકર્મીઓની ઓળખના પૂરાવા માગ્યા વગર જ તેમને અનાજ ઉપલબ્ધ કરાવે.

સુપ્રીમે કહ્યું કે તમામ રાજ્યોએ ચાર સપ્તાહની અંદર આ આદેશનું પાલન કરવું જ પડશે.

supreme court national news