દિલ્હી-NCR વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર, હેલ્થ ઈમર્જન્સી જાહેર

01 November, 2019 03:23 PM IST  |  New Delhi

દિલ્હી-NCR વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર, હેલ્થ ઈમર્જન્સી જાહેર

દિલ્હી વિશ્વનું સૌથી પહેલુ પ્રદુષિત શહેર બન્યું

New Delhi : દિવાળી બાદના દિવસથી એટલે કે 28 ઓક્ટોબરથી દિલ્હીની સાથે NCR ના શહેરો ગુરૂગ્રામ, ફરીદાબાદ, નોઇડા, ગાજિયાબાદ અને સોનીપત હવાના (Air Quality Index) પ્રદુષણની ગંભીર સ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. જેને પગલે સુપ્રીમ કોર્ટે રચેલી EPCA સમિતિએ દિલ્હી-NCR માં પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી છે. આવનારા 5 દિવસ એટલે કે 5 નવેમ્બર સુધી કોઇ પણ પ્રકારનું બાંધકામ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


દિલ્હી-NCR માં શુક્રવારે એર ક્વોલિટી વહેલી સવારે 12.30 વાગે 582 હતો
આ સાથે એન્વાયરમેન્ટ પોલ્યુશન ઓથોરિટી (EPCA) ના અધિકારી ભુરેલાલે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મુખ્ય સચિવોને પત્ર લખીને જાણ કરી છે. આ પત્રમાં જણાવ્યું છે કે દિલ્હી-NCRમાં એક ક્વોલિટી વધારે બગડી છે અને કેટલાક સ્થળો પર ખૂબ જ ગંભીર સ્તરે છે. આ સાથે ઠંડીની સિઝનમાં ફટાકડા ફોડવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સત્તાવાર આંકડાકીય માહિતી પ્રમાણે શુક્રવારે દિલ્હી-NCR ખાતે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વહેલી સવારે 12.30 વાગે 582 હતો.



આ શહેરોમાં ઈંધણ આધારિત ઉદ્યોગો પણ 5 નવેમ્બર સુધી બંધ રહેશે
સુપ્રિમ કોર્ટના આદેશના કારણે હવે જણાવેલી તારીખ સુધી બાંધકામની પ્રવૃત્તિ દિવસના સમય ગાળા દરમિયાન પણ થશે નહીં. EPCA એ ગુરુગ્રામ, નોઈડા, ફરિદાબાદ, ગાંઝીયાબાદ, બહદુરગઢ, ભિવાડી, ગ્રેટર નોઈડા, સોનપત, પાનીપતમાં કોલસા અને અન્ય ઈંધણ આધારિત ઉદ્યોગોને 5મી નવેમ્બરની સવાર સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.


દિલ્હી હાલ ગેસ ચેમ્બર બની ગઇ છે : કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરી કે, પ્રદૂષણના કારણે દિલ્હી અત્યારે ગેસ ચેમ્બર બની ગઈ છે. સરકારે પ્રાઇવેટ અને સરકારી સ્કૂલોમાં 50 લાખ માસ્ક વહેંચ્યા છે. અન્ય એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું કે, હરિયાણાની ખટ્ટર અને પંજાબની કેપ્ટન સરકારે કિસાનોને પાક (ક્રોપ) સળગાવવા મજબૂર કર્યા છે. તેના કારણે દિલ્હીમાં પ્રદૂષણ વધી ગયું છે. ગુરુવારે લોકોએ પંજાબ અને હરિયાણા ભવનમાં પ્રદર્શન કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આ પણ જુઓ : નવા વર્ષે ભગવાન સ્વામિનારાયણને ધરાવાયો ભવ્ય અન્નકૂટ, જુઓ દિવ્ય તસવીરો

પ્રદુષિત શહેરોમાં દિલ્હી વિશ્વમાં પહેલા સ્થાને અને પાકિસ્તાનનું લાહોર બીજા સ્થાને
વિશ્વના સૌથી વધુ 10 પ્રદુષિત શહેરોની યાદીમાં 8 શહેરો એશિયાના છે. જેમાં પહેલા સ્થાને ભારતની રાજધાની દિલ્હીનું નામ છે. ત્યાર બાદ બીજા સ્થાન પર પાકિસ્તાનનું શહેર લાહોરનું નામ છે.


આ રહી યાદી

1)દિલ્હી
2)લાહૌર
3)કોલકત્તા
4)પૉજનૈન (પોલેન્ડ)
5)ક્રાકો (પોલેન્ડ)
6)હાંગજઉ (ચીન)
7)કાઠમાંડુ (નેપાળ)
8)ઠાકા (બાંગ્લાદેશ)
9)બુસાન (દ.કોરિયા)
10) ચોંગકિંગ (ચીન)

national news delhi