CBSE અને ICSE ની વિદ્યાર્થીઓની મુલ્યાંકન યોજનાને સુપ્રિમ કોર્ટ આપી મંજૂરી

22 June, 2021 06:46 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

CBSE અને ICSE ની મુલ્યાંકન યોજનાને સુપ્રિમ કોર્ટ મંજૂરી આપી છે. મુલ્યાંકન યોજનાની વિરુદ્ધ કોર્ટમાં કેટલીક અરજી કરવામાં આવી હતી, જેને સુપ્રિમ કોર્ટે ફગાવી છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઈરસની મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિએ બોર્ડની પરીક્ષાઓને ઘણી અસર કરી છે. ઘણા એજ્યુકેશન બોર્ડ તેમની પરીક્ષાઓ રદ કરી ચુક્યા છે અને વિદ્યાર્થીઓના પરિણામ માટે એસેસમેન્ટ યોજના લઈને આવ્યા છે.  સીબીએસઈ (Central Board of Secondary Education)અને આઈસીએસઈ(Indian Certificate of Secondary Education)પણ બોર્ડની પરીક્ષા રદ કરીને મૂલ્યાંકન યોજના પર કામ કરી રહ્યા છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં તેની સામે પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેને મંગળવારે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સીબીએસઇ અને આઈસીએસઈ દ્વારા બોર્ડ પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવી દેવાની સાથે સુપ્રીમ કોર્ટે આ બોર્ડની મૂલ્યાંકન યોજનાને પણ લીલી ઝંડી આપી છે.

સુપ્રીમ કોર્ટમાં હાજર એડવોકેટ વિકાસસિંહે કહ્યું હતું કે `જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા માંગતા હોય તેઓને તેમનું મૂલ્યાંકન કરતા પહેલા પરીક્ષા આપવાનો વિકલ્પ આપવો જોઈએ. તેનું મૂલ્યાંકન થવું જોઈએ નહીં. આ અંગે ન્યાયાધીશે કહ્યું કે `તો તેમની પાસે એક જ વિકલ્પ બાકી રહેશે. આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે.

ન્યાયાધીશે કહ્યું કે `સીબીએસઇએ કહ્યું છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જે વિદ્યાર્થીઓ હાજર રહેવા માંગે છે તેમની પરીક્ષા લેવામાં આવશે અને ઓક્ટોબરમાં પરિણામ જાહેર કરવામાં આવશે`. અહીં વિકાસસિંહે કહ્યું કે `પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હશે. વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે. વધુમાં સિંહે કહ્યું કે `ત્યાં સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.  હાલ કેસ ઓછા છે તો પરીક્ષાનું આયોજન થઈ શકે. 

સુનાવણી દરમિયાન એજીએ કહ્યું કે 31 જુલાઇએ સીબીએસઇના પરિણામો જાહેર થયા પછી યુજીસી અન્ય બોર્ડના પરિણામો જાહેર થવાની રાહ જોવાશે. તે બાદ જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
    

national news central board of secondary education supreme court coronavirus