સની લિયોની કોલકત્તામાં કૉલેજની મેરિટ લિસ્ટમાં ટૉપર, થયો વિવાદ

28 August, 2020 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સની લિયોની કોલકત્તામાં કૉલેજની મેરિટ લિસ્ટમાં ટૉપર, થયો વિવાદ

સની લિયોની (ફાઇલ ફોટો)

કલકત્તા(kolkata)ની એક કૉલેજમાં ઑનલાઇન એડમિશન(Online addmission process) પ્રક્રિયા પર તે વખતે વિવાદ છેડાયો જ્યારે બીએ(BA)માં પ્રવેશ માટે જાહેર કરવામાં આવેલી પહેલી મેરિટ લિસ્ટ(Merit List)માં સૌથી ઉપર બોલીવુડ એક્ટ્રેસ(Bollywood Actress) સની લિયોની(Sunny leone)નું નામ આપવામાં આવ્યું. આ બધું જ આશુતોષ કૉલેજના બીએમાં એડમિશન માટે જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં થયું, જે વેબસાઇટ પર હતી.

વેબસાઇટ પર શૅર કરવામાં આવેલી લિસ્ટમાં નામની સાતે એપ્લિકેશન આઇડી અને રોલ નંબર પણ હતા. લિસ્ટમાં સનીને ધોરણ 12ની બૉર્ડ પરીક્ષાઓમાં સૌથી વધારે ચાર વિષયોમાં 400 અથવા પૂરા માર્ક્સ આપવામાં આવ્યા છે.

આ વિષયે કૉલેજના એક અધિકારીએ કહ્યું કે આ કોઇકની મશ્કરી છે. અને તેમણે આગળ જણાવ્યું કે, "આ કોઇકની મસ્તીનું કામ છે, કારણ કે કોઇકે જાણી જોઇને લિયોનીનું નામ ટાઇપ કરવા માટે ખોટી અરજી મોકલી છે. અમે સંબંધિત વિભાગને આને બરાબર કરવા માટે કહ્યું છે. અને હવે અમે આ ઘટનાની તપાસ પણ કરશું."

આ ઘટના બાદ ઑનલાઇન એડમિશન પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.

sunny leone national news bollywood bollywood news bollywood gossips kolkata