સની દેઓલની વધી મુશ્કેલીઓ, લોકસભાનું સભ્યપદ રદ કરવાની માંગી

06 July, 2019 12:57 PM IST  |  નવી દિલ્હી

સની દેઓલની વધી મુશ્કેલીઓ, લોકસભાનું સભ્યપદ રદ કરવાની માંગી

સની દેઓલની વધી મુશ્કેલીઓ

ફિલ્મ સ્ટાર સની દેઓલ જ્યારથી ગુરૂદાસપુરથી સાંસદ બન્યા છે ત્યારથી વિવાદો તેમનો પીછો નથી છોડી રહ્યા. લોકસભા ચૂંટણીમાં નક્કી કરેલી મર્યાદા કરતા વધુ ખર્ચ કરવાના મામલામાં તેમની મુશ્કેલીઓ વધી છે. જિલ્લાના સ્તરની ચૂંટણી પર નજર રાખતી સમિતિની તપાસમાં સામે આવ્યું છએ કે તેમણે સાડા આઠ લાખ રૂપિયા વધારે ખર્ચ કર્યા છે. સમિતિએ પોતાની તપાસનો અહેવાલ ચૂંટણી પંચને મોકલ્યો છે. સાથે જ તેમની લોકસભાની સભ્યતા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ચૂંટણીમાં તેમના વિરોધી રહી ચુકેલા સુનીલ જાખડે આ માંગ કરી છે.

મર્યાદા કરતા વધુ ખર્ચ કર્યો
લોકસભા ચૂંટણીમાં એક ઉમેદવાર માટે 70 લાખ ખર્ચની મર્યાદા ચૂંટણી પંચ નક્કી કરી હતી. સનીએ પોતાના ચૂંટણી પ્રચારમાં તેનાથી આઠ લાખ 51 હજાર રૂપિયા વધારે ખર્ચ કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી સની દેઓલને નોટિસ મોકલીને તેમનો પક્ષ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં જિલ્લા સ્તરની તપાસમાં વિગતો સામે આવી હતી.

આ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદી: પેનથી કપડા સુધી આ બ્રાન્ડ્સની વસ્તુ વાપરે છે

માનવામાં આવી રહ્યું છે કે ખર્ચનો હિસાબ કર્યા બાદ સમિતિએ સની દેઓલ સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં બે ઓબ્ઝર્વરો સિવાય જિલ્લા ચૂંટણી અધિકારી અને બે નોડલ અધિકારીઓ સામેલ હતા. સમિતિએ તપાસ બાદ ખર્ચમાં સામેલ નવ લાખ 76 હજાર રૂપિયા ફગાવી દીધા.

national news sunny deol gurdaspur