08 August, 2026 03:53 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશભારમાં તહવારોની મોસમ શરૂ થયા પહેલા જ ફુગાવા અને લગભગ દરેક બાબતોના ભાવ વધતાં સામાન્ય જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. ગયા મહિનામાં ખાંડ (સાકર)નો સરેરાશ ભાવ રૂ. 47.17 પ્રતિ કિલો હતો; તે હવે વધીને રૂ. 50.30 પ્રતિ કિલો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં, ખાંડના ભાવમાં આશરે 9 ટકાનો વધારો થયો છે. ખાંડના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવે છે, ત્યારબાદ ગૌરી-ગણપતિ, નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા મુખ્ય તહેવારો એક પછી એક આવે છે. સામાન્ય રીતે તહેવારો દરમિયાન ખાંડની માગ વધે છે; પરિણામે, ભાવ વધારો ગ્રાહકોના બજેટ પર સીધી અસર કરી શકે છે.
ખાંડના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને, સરકારે દેશભરના વેપારીઓ માટે ખાંડના સ્ટૉક હૉલ્ડિંગ પર મર્યાદા નક્કી કરીને એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી મર્યાદા 1 ઑગસ્ટ, ૨૦૨૬ થી 30 નવેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. સરકારના જણાવ્યા મુજબ, આ પગલાનો હેતુ ખાંડના સંગ્રહખોરીને રોકવાનો છે. સરકાર ભાવ સ્થિર કરવા અને તહેવારોની મોસમ દરમિયાન બજારમાં પૂરતી ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. સરકારે નોંધ્યું છે કે છેલ્લા મહિનાથી ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ નિર્ણયનો હેતુ ગ્રાહકો માટે સમયસર અને પૂરતી ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને અને સરળ પુરવઠા શૃંખલા જાળવી રાખીને ભાવોને નિયંત્રિત કરવાનો છે.
અહેવાલો મુજબ તહેવારો પહેલા ખાંડની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. વધુમાં, એવા સંકેતો છે કે મુખ્ય ખાંડ ડીલરો ઇન્વેન્ટરીનો સંગ્રહ કરી રહ્યા છે, જેના કારણે બજારના પુરવઠા-માગ સંતુલનમાં ખલેલ પહોંચી છે. વધતી માગ અને ઉપલબ્ધતા પર દબાણને કારણે ખાંડના ભાવમાં સતત વધારો થયો છે. છેલ્લા મહિનામાં, સરેરાશ ભાવ રૂ. 47.17 થી વધીને રૂ. 50.30 પ્રતિ કિલો થયો છે. સરકાર હવે બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવવા અને સ્ટૉક મર્યાદા લાગુ કરીને સંગ્રહખોરીને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તહેવારોની મોસમ દરમિયાન વધતી માગ વચ્ચે, સરકારનો ઉદ્દેશ્ય ભાવમાં વધુ વધારો અટકાવવા અને ગ્રાહકો માટે પૂરતી ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.
દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણના વધતા ભાવો તેમ જ પશ્ચિમ એશિયાના ભૌગોલિક-રાજકીય તનાવને કારણે જૂન મહિનામાં છૂટક મોંઘવારી દરમાં મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી દર મે મહિનાના ૩.૯૩ ટકાથી વધીને જૂનમાં ૪.૩૮ ટકા પર પહોંચી ગયો છે. આ સાથે જ છેલ્લા ૧૭ મહિનામાં પ્રથમ વખત મોંઘવારીનો આ આંકડો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ૪ ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંકને પાર કરી ગયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અમલમાં આવેલી ૨૦૨૪ના બેઝ યરવાળી નવી સિરીઝમાં આ અત્યાર સુધીનો સૌથી ઊંચુ સ્તર છે.