ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરીએ જ્યારે નાગાલૅન્ડ અને મેઘાલયમાં ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી

19 January, 2023 12:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લક્ષદ્વીપ લોકસભાની બેઠક તેમ જ મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી ૨૭ ફેબ્રુઆરીએ યોજાશે. 

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈ કાલે જાહેર કર્યું હતું કે ​ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીએ જ્યારે નાગાલૅન્ડ અને મેઘાલયમાં ૨૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન થશે. મતગણતરી બીજી માર્ચે થશે. લક્ષદ્વીપ લોકસભાની બેઠક તેમ જ મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી ૨૭ ફેબ્રુઆરીએ યોજાશે. 

national news election commission of india tripura nagaland meghalaya new delhi maharashtra north east india