સોનિયા ગાંધીએ સુષ્મા સ્વરાજના પતિનો લખ્યો પત્ર, કહી આ વાત

08 August, 2019 08:56 AM IST  |  નવી દિલ્હી

સોનિયા ગાંધીએ સુષ્મા સ્વરાજના પતિનો લખ્યો પત્ર, કહી આ વાત

સોનિયા ગાંધીએ કર્યા સુષ્મા સ્વરાજને યાદ


સાર્વજનિક જીવનમાં ભલે સોનિયા ગાંધી અને સુષ્મા સ્વરાજે એકબીજાના વિરોધી રહ્યા હોય પરંતુ અંગત જીવનમાં તેમની વચ્ચે મિત્રો જેવા અને મધુર સંબંધો હતો. સુષ્મા સ્વરાજના નિધન બાદ તેમના પતિ સ્વરાજ કૌશલને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ દિવંગત નેતા સાથેના પોતાના હુંફાળા સંબંધોને યાદ કર્યા છે.

સુષ્મા સ્વરાજે સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા પત્રમાં લખ્યું છે કે,'હું આપના પ્રિય પત્ની સુષ્મા સ્વરાજના આકસ્મિક નિધનથી સ્તબ્ધ અને દુઃખી છું. સુષ્માજી એક શાનદાર વક્તા, મહાન સાંસદ હતા. તેમનો મિત્રવત સ્વભાવ એવો હતો કે સંપૂર્ણ રાજનૈતિક પરિદ્રશ્યમાં તેમને બધાનો સ્નેહ અને પ્રશંસા મળી. લોકસભામાં વર્ષો સુધી સહયોગીની રીતે અમે કામ કર્યું અને અમારી વચ્ચે એક ઉષ્માભર્યો સંબંધ બન્યો. આજ મને ક્ષતિનો અહેસાસ થઈ રહ્યો છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે લખ્યું છે કે, 'સુષ્મા સ્વરાજ અસાધારણ પ્રતિભા વાળી મહિલા હતી, તેમણે જે પણ પદ સંભાળ્યું તેના પર રહેતા પોતાના સાહસ, પ્રતિબદ્ધા, સમર્પણ અને યોગ્યતાનો પરિચય આપ્યો.' તેમણે કહ્યું કે, 'તેઓ બહુ જ મિલનસાર હતા અને સમાજના તમામ વર્ગના લોકો સાથે તેઓ ઉષ્માભર્યા સંબંધો રાખતા હતા.'

સોનિયાએ કહ્યું કે તેઓ બહુ જલ્દી આપણને છોડીને ચાલ્યા ગયા. જ્યારે હજુ પણ તેમણે ઘણું યોગદાન આપ્યું છે. જેને જોતા તેમને જોતા તેમનું નિધન દુઃખદ છે. તેમણે કહ્યું કે, 'દુઃખની આ ઘડીમાં મારી તમારા(કૌશલ) અને બાંસુરી(દીકરી) પ્રત્યે સંવેદના છે.'

આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

દેશે એક સન્માનિત અને સમર્પિત નેતાનો ગુમાવ્યાઃ મનમોહન સિંહ
સુષ્મા સ્વરાજના નિધન બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે દેશે એક સન્માનિત અને સમર્પિત નેતા ગુમાવ્યા છે. સુષ્મા સ્વરાજને મહાન સાંસદ અને અસાધારણ પ્રતિભાશાળી કેન્દ્રીય મંત્રી ગણાવતા તેમણે કહ્યું કે, સુષ્મા સ્વરાજ જીના આકસ્મિતક નિધન સમાચાર સાંભળીને હું સ્તબ્ધ છું. તેમના લોકસભાના નેતા વિપક્ષ રહેવા સમયની મારી સુખદ યાદો છે. તેઓ એક ઉચ્ચ કોટિના નેતા હતા જેનો પાર્ટી લાઈન સિવાયના લોકો પણ સન્માન કરતા હતા.

sonia gandhi sushma swaraj national news