`ભારત જોડો` યાત્રામાં કર્ણાટક પહોંચીને રાહુલ ગાંધી સાથે જોડાયાં સોનિયા ગાંધી

06 October, 2022 12:38 PM IST  |  Karnatak | Gujarati Mid-day Online Correspondent

સોનિયા ગાંધીનું કર્ણાટક વિધાનસભા ચૂંટણીના થોડાક મહિના પહેલા માંડ્યામાં પદયાત્રા કરવું આ કારણે પણ મહત્વપૂર્ણ છે કે તે દેવગૌડા પરિવારનું વર્ચસ્વ ધરાવતું ક્ષેત્ર માનવામાં આવે છે.

સોનિયા ગાંધી (ફાઈલ તસવીર)

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress Leader Sonia Gandhi) ગુરુવારે કર્ણાટકના (Thursday Karnataka) માંડ્યામાં `ભારત જોડો યાત્રા`માં (Bharat Jodo Yatra) સામેલ થયાં અને રાહુલ ગાંધી (Rahul Gandhi) તથા અન્ય `ભારતીય યાત્રીઓ` સાથે પદયાત્રા કરી. સોનિયા ગાંધીએ (Sonia Gandhi) માંડ્યા જિલ્લાના ડાક બંગલા વિસ્તારમાંથી પદયાત્રાની શરૂઆત કરી. તેઓ પહેલીવાર `ભારત જોડો યાત્રા`માં સામેલ થયાં. સોનિયા ગાંધીનું કર્ણાટક વિધાનસભા ચૂંટણીના થોડાક મહિના પહેલા માંડ્યામાં પદયાત્રા કરવું આ કારણે પણ મહત્વપૂર્ણ છે કે તે દેવગૌડા પરિવારનું વર્ચસ્વ ધરાવતું ક્ષેત્ર માનવામાં આવે છે.

સોનિયા ગાંધી આ યાત્રામાં જોડાયા ત્યારે પુત્ર રાહુલ ગાંધીએ તેમના પગ પખાળ્યા હતા. આ દરમિયાનનો વીડિયો કૉંગ્રેસ પાર્ટીએ શૅર કરતાની સાથે મા એવું કૅપ્શન પણ આપ્યું છે.

કૉંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, "આ ઐતિહાસિક ક્ષણ છે કે સોનિયા ગાંધીજી આ યાત્રામાં સામેલ થયાં છે. આથી પાર્ટી કર્ણાટકમાં વધુ મજબૂત બનશે." રાહુલ ગાંધી અને કૉંગ્રેસના અનેક અન્ય નેતાઓ તેમજ કાર્યકર્તાઓએ છેલ્લે સાત સપ્ટેમ્બરના તામિલનાડુના કન્યાકુમારીમાંથી `ભારત જોડોય યાત્રા`ની શરૂઆત કરી હતી. હાલ યાત્રા કર્ણાટકમાં છે. યાત્રાનું સમાપન આવતા વર્ષની શરૂઆતમાં કશ્મીરમાં થશે. આ યાત્રા હેઠળ કુલ 3,570 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. 

આ પણ વાંચો : રાહુલ ગાંધીના ભાષણ આપતા ફોટો પર સ્વરા ભાસ્કરે કર્યું ટ્વીટ, શાયરી લખી આપ્યું સમર્થન

પાર્ટીએ રાહુલ સહિત તે 119 નેતાઓને `ભારત યાત્રી` નામ આપવામાં આવ્યું છે, જે પદયાત્રા કરતા કાશ્મીર સુધી જશે. આ લોકો 3,570 કિલોમીટરનું ચોક્કસ અંતર કાપશે. કૉંગ્રેસનું માનવું છે કે આ યાત્રા પાર્ટી માટે સંજીવનીનું કામ કરશે.

national news congress sonia gandhi rahul gandhi karnataka