જમ્મુ-કાશ્મીરમાં અનેક પ્રવાસન સ્થળો પર હિમવર્ષા થઈ

23 January, 2022 09:05 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીર સીવાય હિમાચલ પ્રદેશમાં પણ શિમલા સહિત અનેક વિસ્તારોમાં ગઈ કાલે હિમવર્ષા થઈ હતી

શિમલામાં ગઈ કાલે હિમવર્ષા દરમ્યાન પ્રવાસીઓ. તાપમાન ઘટી જતા પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઈ હતી

ખીણ વિસ્તારના મોટા ભાગના વિસ્તારમાં ન્યુનતમ તાપમાન ફ્રીઝિંગ પૉઇન્ટ કરતાં વધુ હોવા છતાં ગુલમર્ગ તથા કાશ્મીરના અન્ય ઉચ્ચ વિસ્તારોમાં ગઈ કાલે રાત્રે હળવી હિમવર્ષા થઈ હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. નૉર્થ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ પ્રખ્યાત સ્કીઇંગ રિસૉર્ટ ગુલમર્ગમાં લગભગ પાંચ ઇંચ હિમવર્ષા થઈ હતી, જ્યારે કે સાઉથ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ ટૂરિસ્ટ રિસૉર્ટમાં બે ઇંચ હિમવર્ષા નોંધાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કાશ્મીરની ખીણના પ્રવેશદ્વાર સમા ક્વાઝીગુંદમાં પણ બે ઇંચ હિમવર્ષા નોંધાઈ હતી, જ્યારે કે નજીકના સાઉથ કાશ્મીરના શહેર કોકેરનાગમાં એક ઇંચ હિમવર્ષા થઈ હતી. જમ્મુ-કાશ્મીર સીવાય હિમાચલ પ્રદેશમાં પણ શિમલા સહિત અનેક વિસ્તારોમાં ગઈ કાલે હિમવર્ષા થઈ હતી. 

national news jammu and kashmir himachal pradesh