Smriti Iraniની આ પોસ્ટથી લોકો થયા ઈમોશનલ

10 December, 2020 10:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Smriti Iraniની આ પોસ્ટથી લોકો થયા ઈમોશનલ

ફાઈલ ફોટો

કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani) સોશ્યલ મીડિયામાં કોમેડી પોસ્ટ કરતા હોય છે જેનાથી ફૅન્સનું પણ મનોરંજન થાય છે. જોકે આ વખતે તેમણે ઈન્સ્ટાગ્રામમાં બે ફોટો શૅર કર્યા છે, જેમાં તેમનું નાનપણનું ઘર અને તેમની ફેવરેટ યાદોની ઝલક દર્શાવી છે.

આ પણ વાચોઃ બાળપણમાં ગુસ્સામાં પડાવેલી તસવીર પણ શૅર કરી હતી સ્મૃતિ ઈરાનીએ

આ ઈમોશનલ પોસ્ટ તેમના દાદા અને દિલ્હીના ઘર માટે કરી છે. સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના ઘરનો ફોટો શૅર કર્યો જ્યાં તેમનું નાનપણ પસાર થયુ હતું.

ફોટો શૅર કરતા તેમણે લખ્યું કે, ઘર...જે લોકો ભાડાના ઘરમાં રહે છે તેઓ સમજે છે કે દર 11 મહિને બીજા સ્થળમાં જવાનું....ઘણીવાર બાળકો રડતા હોય છે કારણ કે તેમણે પોતાના મિત્રોથૂ દૂર થવાનુ હોય છે ફક્ત મીઠી યાદો જ પોતાની સાથે લઈ જઈ શકે છે. 1246 આર કે પુરમ, નવી દિલ્હી મારુ ઘર હતુ, હજી પણ મારો જીવ અહીં છે. અહીં મારા દાદુએ છેલ્લા શ્વાસ લીધા હતા જેમણે મને, મારા જીવન અને મારા લક્ષ્યને આકાર આપ્યો. મારા નાના સાથે ટેરેસમાં મને જે પાઠ મળ્યા છે તે હુ ક્યારે પણ ભૂલી શકીશ નહીં.

તેમણે અંતે ફૅન્સને પણ અનુરોધ કર્યો કે તેમની પાસે પણ આવી યાદ હોય તો #મેરાઘર લખીને મને ટેગ કરે.

smriti irani instagram