કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સોશિયલ મીડિયા ગેમ હંમેશાં ઑન પૉઇન્ટ હોય છે. રિલેક્સેબલ પોસ્ટ્સથી લઈને રસપ્રદ મીમ્સ સુધી, સ્મૃતિ ઇરાની લોકોને હસાવવામાં ક્યારેય પાછળ રહેતી નથી. તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો જોતા એ વાતનો ખ્યાલ આવી જ જશે. આજે એટલે કે 1 ડિસેમ્બરે તેમણે એક નવી પોસ્ટ શૅર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
સ્મૃતિ ઇરાનીએ ત્યારે અને અત્યારે (Then And Now Photo)ની તસવીર પોસ્ટ કરી છે. તેણે 'ડોન્ટ એન્ગ્રી મી' ફોટો શૅર કરી છે.
સ્મૃતિ ઇરાનીએ જે કોલાજ શૅર કર્યો છે, તેમાં તેમની બે તસવીરો શૅર કરી હતી, એક તેમના બાળપણની અને બીજી તાજેતરની જ. જોવા જેવી બાબત એ છે કે બન્ને તસવીરોમાં સ્મૃતિ ઇરાની એક જેવા જ એક્સપ્રેશન સાથે જોવા મળે છે. બન્ને તસવીરોમાં સ્મૃતિ ઇરાની ગુસ્સામાં જોવા મળે છે.
View this post on Instagram
તસવીર શૅર કરતા તેમણે કૅપ્શનમાં લખ્યું, "#taazatuesdaysના શુભ અવસરે પ્રસ્તુત છે ડોન્ટ એન્ગ્રી મી લૂક. રિશ્તો કે ભી રૂપ બદલતે હૈ. હાવ-ભાવ નહીં બદલતે."
આ તસવીર તેમણે લગભગ 12 વાગ્યે શૅર કરી હતી. આ પોસ્ટને અત્યાર સુધી હજારો લાઇક્સ મળી ચૂકી છે. સ્મૃતિ ઇરાની કેન્દ્રીય કેબિનેટમાં કાપડ અને મહિલા અને બાળ વિકાસ પમંત્રી છે. પોતાના રાજનૈતિક કરિઅર પહેલા, સ્મૃતિ ઇરાનીએ 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' અને 'વિરુદ્ધ' જેવા ટેલીવિઝન શૉમાં એક્ટિંગ કરી હતી.
Smriti Iraniની આ પોસ્ટથી લોકો થયા ઈમોશનલ
10th December, 2020 22:19 ISTબિહાર ચૂંટણીમાં ભાજપની આ સ્ટાર પ્રચારક કોવિડ-19 પૉઝિટિવ
28th October, 2020 18:56 ISTકમલેશ મોતાની એક્ઝિટ અંગે સોશ્યલ મીડિયા પર સ્મૃતિ ઇરાની સહિત કલાકારોએ વ્યક્ત કર્યો શોક
6th October, 2020 05:28 IST‘જવાનો વિરુદ્ધ લખનારાઓને ક્યારેય સમર્થન નહીં આપું...’
1st September, 2020 21:58 IST