મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને મળી શકે છે મહત્વનું પદ

28 May, 2019 02:47 PM IST  |  નવી દિલ્હી

મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને મળી શકે છે મહત્વનું પદ

મોદી મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન?

કેન્દ્રમાં મોદી સરકાર બીજીવાર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના દિવસે શપથ લઈ શકે છે. તેમની ટીમમા કોણ મંત્રી બનશે તે નક્કી કરવાનું બાકી છે પરંતુ તેને લઈને અટકળો ચાલુ થઈ છે.

અમિત શાહ, સ્મૃતિને મળશે મહત્વની જવાબદારી
2019ની લોકસભાની જીતના શિલ્પી રહ્યા હોય તો તે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ(amit shah). લોકસભા ચૂંટણીમાં જો કોઈએ સૌથી મોટી જીત મેળવી હોય તો તે છે સ્મૃતિ ઈરાની(smriti irani). સ્મૃતિએ અમેઠીથી રાહુલ ગાંધી(rahul gandhi)ને હરાવ્યા છે. આ બંનેની મહત્વની ભૂમિકા જોતા તેમને અમિત શાહ, સ્મૃતિ ઈરાનીને મહત્વની જવાબદારી આપવામાં આવશે.


આ ચહેરાઓ થઈ શકે રીપીટ
વર્તમાન રેલમંત્રી અને કાર્યકારી નાણા મંત્રી પીયૂષ ગોયલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પીયૂષ ગોયલ મોદી સરકારના વિશ્વસનીય મંત્રીઓમાંથી એક છે. વર્તમાન નાણામંત્રી અરૂણ જેટલની સ્વાસ્થ્યને જોતા ગોયલને નાણા મંત્રાલય મળી શકે છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ કેબિનેટમાં રીપીટ થઈ શકે છે. તેમની સિનિયોરિટી અને કદને જોતા તેમને મહત્વનું પદ મળી શકે છે. તેમને સંગઠનમાં પણ મહત્વનું કામ અપાઈ શકે છે.

એક સમયે વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર માનવામાં આવેલા નીતિન ગડકરીને પણ કેબિનેટમાં મહત્વનું સ્થાન મળી શકે છે. સાથે જ પટના સાહિબથી શત્રુઘ્ન સિન્હાને હરાવનાર રવિશંકર પ્રસાદને પણ કેબિનેટમાં સ્થાન મળશે.


યુવા ચહેરાઓને મળશે વધુ તક
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નવી કેબિનેટમાં યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં અનુરાગ ઠાકુર, રાજ્યવર્ધન સિંહ રાઠોડને સમાવેશ થાય છે. સાથે અનુપ્રિયા પટેલ જેવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે.

કોણ થશે આઉટ?
આ વખતે ઉમા ભારતી અને સુષમા સ્વરાજ ચૂંટણી નથી લડ્યા. જેથી તેમને મંત્રી મંડળમાં સ્થાન મળવાની શક્યતા ઓછી છે. સુષમા સ્વરાજે સ્વાસ્થ્યના કારણોથી આ વખતે ચૂંટણી ન લડ્યા.

આ પણ જુઓઃ ભવ્ય વિજય બાદ આ અંદાજમાં દેખાયા નરેન્દ્ર મોદી

જેટલીને લઈને સસ્પેન્સ
નાણા મંત્રી જેટલીને લઈને હાલ સસ્પેન્સ છે. જેટલીની તબિયત નાદુરસ્ત હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જેના કારણે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેના પર સવાલ છે.

Loksabha 2019 narendra modi smriti irani amit shah