જાણો શું છે સ્મૉગ ટૉવર, વાયુ પ્રદૂષણથી લડવામાં કઈ રીતે થશે મદદરૂપ?

16 November, 2019 06:35 PM IST  |  Mumbai Desk

જાણો શું છે સ્મૉગ ટૉવર, વાયુ પ્રદૂષણથી લડવામાં કઈ રીતે થશે મદદરૂપ?

Smog Towers: દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યાથી લડવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે કે તે જુદાં જુદાં સ્થળે પ્યૂરીફાઇંગ સ્મૉગ ટૉવર લગાડવાની તૈયારી કરે. શું છે આ સ્મૉગ ટૉવર અને કેવી રીતે કરે છે કામ, સાથે જ વાયુ પ્રદૂષણથી લડવામાં કઈ રીતે થઈ શકે છે મદદરૂપ?

શું છે સ્મૉગ ટૉવર?
સ્મૉગ ટૉવર એક ખૂબ જ મોટો ઍર પ્યૂરીફાયર હોય છે. તે પોતાની આસપાસની અશુદ્ધ હવા અંદર ખેંચે છે. હવામાંથી ગંદગી શોષી લે છે અને સ્વચ્છ હવા બહાર ફેંકે છે. કુલ મીને આ મોચા સ્તર પર હવા સાફ કરવાની મશિીન છે. આ દર કલાકે કેટલાય કરોડ ઘન મીટર હવા સાફ કરી શકીએ છીએ અને પીએમ 2.5 અને પીએમ 10 જેવા હાનિકારક કણોને 75 ટકા સુધી સાફ કરીને હવાને શુદ્ધ કરે છે.

સૌર ઉર્જા પર કરે છે કામ
ટૉવરમાં લાગેલા ફિલ્ટર પીએમ 2.5 અને તેનાથી મોટા પ્રદૂષણ કણોને સાફ કરવામાં સક્ષમ હોય છે. આ ટૉવર સૌર ઉર્જા પર પણ કામ કરે છે.

સૌથી પહેલા ચીવમાં લાગ્યું ટૉવર
સમૉગ ટૉવરનું પહેલું પ્રોટોટાઇપ ચીનના બીજિંગ શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું, તેના પછી ચીનમાં તિયાંજિન અને ક્રાકો શહેરમાં પણ લગાડવામાં આવ્યા.

આ રીતે થયો તૈયાર
નેધરલેન્ડ્સના ડેન રોજગાર્ટર પાંચ વર્ષ પહેલા બીજિંગમાં હતા. એક દિવસ તેણે પોતાની હોટેલમાં બારીમાંથી ડોક્યું કરીને બહાર જોયું, તો કંઇ દેખાયું નહીં. પ્રદૂષણને કારણે ધુમ્મસ એટલી બધી હતી, કે આખો માહોલ કાળું થઈ ગયું. રસ્તાઓ પર ફક્ત ગાડીઓ દેખાતી હતી. તે જ સમયે ડેનને એક ખ્યાલ આવ્યો.

તેમણે વિચાર્યું હતું કે જો શહેરમાં એવી મશીન બની ગઈ, જે પોતાને ગુંગળાવે છે, તો એવી મશીન પણ તો બનાવી શકાય છે, જે આ મુશ્કેલીથી છૂટકારો અપાવે. નેધરલેન્ડ્સમાં પોતાના શહેર પાછા ફરીને ડેને વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મદદથી દુનિયાનું સૌથી મોટું વેક્યૂમ ક્લીનર (સ્મૉગ ટૉવર) તૈયાર કર્યું. ડેનના વિશાળ વૈક્યૂમ ક્લીનર વેધરલેન્ડ્સથી લઈને ચીન અને પોલેન્ડ સુધી કામ કરે છે.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

ભારતમાં થઇ રહ્યા છે તૈયાર
દિલ્હીની એક સ્ટાર્ટઅપ કંપનીએ 40ફુટ લાંબુ એવું પ્યૂરીફાયર બનાવ્યું છે. જે તેના ત્રણ કિલોમીટરના ક્ષેત્રમાં રહેતાં 75,000 લોકોને સ્વચ્છ હવા આપી શકે છે. આમાં દરરોજ 3.2 કરોડ ઘન મીટરની હવાને સ્વચ્છ કરવાની ક્ષમતા છે. કપરીન સિસ્ટમ્સ નામની આ કંપનીના સહ સંસ્થાપક પવનીત સિંહ પુરીને વિશ્વના સૌથી લાંબા અને સાથે જ સૌથી મજબૂત પ્યોરીફાયર માટે પેટેન્ટ મળ્યું છે.

national news tech news technology news