એક ઔર નિર્ભયા : રાજસ્થાનમાં છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

02 December, 2019 01:34 PM IST  |  Rajasthan

એક ઔર નિર્ભયા : રાજસ્થાનમાં છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

રાજસ્થાનમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરાઇ (PC : Rajasthan Patrika)

(જી.એન.એસ.) રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના બની છે. અહીં માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના જ સ્કૂલ-બેલ્ટથી તેનું ગળું ટૂંપી દઈ ક્રૂર હત્યા કરવામાં આવી. માસૂમનો મૃતદેહ રવિવારે ઝાડી-ઝાંખરામાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ગામ લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. આ ઘટનાની જાણકારી મળતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. પોલીસ અધીક્ષક સહિત અન્ય વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.

આ ઘટના અલીગઢ પોલીસ-સ્ટેશનના વિસ્તારની છે. દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યાની શિકાર બનેલી ૬ વર્ષની બાળકી પોતાના ગામની સરકારી સ્કૂલમાં ભણતી હતી. શનિવારે સ્કૂલમાં કાર્યક્રમ હોવાને કારણે તે સ્કૂલમાં જ હતી. બપોરે લગભગ ૩ વાગ્યા સુધી ઘણી મોટી સંખ્યામાં ગામ લોકો ત્યાં હાજર હતા. ત્યાર બાદ માસૂમ ઘરે નહોતી પહોંચી. પરિવારે તેને આસપાસના વિસ્તારોમાં શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની કોઈ ભાળ નહોતી મળી.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

રવિવારે સવારે ગામના લોકોને ખડલી ગામના મંદિરની પાછળ આવેલી ઝાડીઓમાં માસૂમનો લોહીથી ખરડાયેલો મૃતદેહ જોવા મળ્યો હતો. એની જાણ થતાં એ વિસ્તારમાં હોબાળો મચી ગયો અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. હત્યારાઓએ માસૂમની હત્યા તેના સ્કૂલ-બેલ્ટથી ગળું ઘોંટીને કરી હતી. માસૂમનું ગળું એ રીતે ઘોંટવામાં આવ્યું હતું કે તેની બન્ને આંખો બહાર આવી ગઈ હતી. એ બેલ્ટ તેના ગળામાં જ લપેટાયેલો મળ્યો હતો. ગામના લોકોએ આની જાણ પોલીસને કરી હતી. ઘટના બાદ ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

rajasthan Crime News