કોરોના વિસ્ફોટ વચ્ચે લૉકડાઉનને લઈને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કર્યો આ ખુલાસો

14 April, 2021 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે સંપૂર્ણ રીતે ઇકૉનોમીને ઠપ્પ નથી કરવા માગતા. સ્થાનિક સ્તરે કોવિડ દર્દીઓ અથવા પરિવારોને અલગ રાખવાના ઉપાય કરવામાં આવશે.

નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો)

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સ્પષ્ટ જણાવ્યું કે સરકાર વ્યાપક સ્તરે લૉકડાઉન લાગૂ નહીં કરે અને મહામારીને અટકાવવા માટે ફક્ત સ્થાનિક સ્તરે નિયંત્રણ માટે પગલાં લેવામાં આવશે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે તેમણે આ વાત કહી.

વિશ્વ બૅન્કના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથે `ઑનલાઇન` બેઠકમાં સીતારમણે ભારતને વિકાર માટે અને અધિક કર્જની સુવિધાની શક્યતા વધારવા માટે વિશ્વ બૅન્કની પહેલની વખાણ કર્યા. નાણાં મંત્રાલયે ટ્વિટર પર લખ્યું છે, "નાણાં મંત્રીએ કોરોનાવાયરસ મહામારીના ફરીથી ફેલાવાને અટકાવવા માટે પાંચ સૂત્રીય રણનીતિ તપાસ, શોધ, સારવાર કરવી, રસીકરણ અને કોવિડ-19ના ફેલાવાથી અટકાવવા માટે ઉપયુક્ત આચરણ સહિત ભારત તરફથી લેવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું."

નહીં લાગૂ પાડવામાં આવે લૉકડાઉન
તેમણે જણાવ્યું કે, "બીજીવાર સંક્રમણના ઝડપથી ફેલાવા છતાં એ સ્પષ્ટ છે કે અમે વ્યાપક સ્તરે લૉકડાઉન લાગૂ નહીં કરીએ. અમે પૂર્ણ રૂપે અર્થવ્યવસ્થાને ઠપ્પ કરવા માગતા નથી. સ્થાનિક સ્તરે કોવિડ દર્દીઓ તેમજ પરિવારજનોને અલગ રાખવાના ઉપાય કરવામાં આવશે. સ્થાનિક સ્તરે નિયંત્રણના ઉપાયો દ્વારા સંકટ સામે લડી શકાશે. લૉકડાઉન લાગૂ પાડવામાં નહીં આવે."

સીતારમણે હરિત, મજબૂત અને સમાવેશી વિકાસ મેળવવા માટે એલઇડી બલ્બનું વિતરણ, રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિ હેઠળ પેટ્રોલમાં એથનૉલનું મિશ્રણ, સ્વૈચ્છિક વાહન કબાડ નીતિ, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન જેવા સરકારી કાર્યક્રમો અંગે માહિતી આપી. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે દેશમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 1,61,736 નવા કેસ સામે આવ્યાની સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,36,89,453 થઈ ગઈ છે. કોવિડ-19થી પીડિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને હવે 89.51 ટકાએ પહોંચ્યો છે.

nirmala sitharaman coronavirus covid19 national news