શિવસેનાને મોટો ઝટકો, શરદ પવારે કહ્યું- અમે વિપક્ષમાં જ બેસીશું

02 November, 2019 10:59 AM IST  |  મુંબઈ

શિવસેનાને મોટો ઝટકો, શરદ પવારે કહ્યું- અમે વિપક્ષમાં જ બેસીશું

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી?

મહારાષ્ટ્રમાં ભાજપને ઝટકો દેવાનો પ્રયાસ કરી રહેલી શિવસેનાને ઝટકો લાગ્યો છે. એનસીપીએ સાફ કરી દીધું છે કે તેઓ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે. પ્રમુખ શરદ પવારે શુક્રવારે કહ્યું કે લોકોએ એનસીપીને વિપક્ષમાં બેસવા માટે કહ્યું છે અને પાર્ટી એવું જ કરશે. એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી એનડીએના ઘટક શિવસેનાની મહારાષ્ટ્રમાં સરકાર બનવાની સંભાવનાઓ વચ્ચે પવારે આ નિવેદન આપ્યું છે. આ પહેલા શુક્રવારે સોનિયા ગાંધીને મહારાષ્ટ્ર કોંગ્રેસની સાથે થયેલી બેઠકમાં શિવસેનાના સમર્થન આપવામાં કોઈ દિલચસ્પી નથી બતાવી.

નાસિકમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે મુખ્યમંત્રી પદને લઈને ભાજપ અને તેમના સહયોગી દળ શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને બાલિશ ગણાવી. 21 ઑક્ટોબરે થયેલી મહારાષ્ટ્ચર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેનાએ એકસાથે લડી હતી. આ દરમિયાન ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી. એનસીપી અને કોંગ્રેસને ક્રમશઃ 54 અને 44 બેઠકો મેળવી છે.

જનતાએ અમને વિપક્ષમાં બેસવાનું કહ્યું
એનસપીસી અને કોંગ્રેસેના સમર્થનથી શિવસેનાની સરકાર બનાવવાની સંભાવના વિશે પુછવાના પર પવારે કહ્યું કે, અમારી પાસે સ્પષ્ટ બહુમતિ નથી. જનતાએ અમને વિપક્ષમાં બેસવા માટે કહ્યું છે. અમે આ જનાદેશનો સ્વીકાર કરીએ છે અને ધ્યાન રાખશું કે અમે એ ભૂમિકાઓ પ્રભાવી ઢંગથી નિભાવશે.

આ પણ જુઓઃ Happy Birthday Shah Rukh Khan: પરિવાર પ્રેમી છે બોલીવુડના કિંગખાન, જુઓ તસવીરો

ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બાલિશ
શિવસેના ભાજપને મુખ્યમંત્રી રોટેશનલ આધાર પર શેર કરવા પર જોર આપી રહ્યા છે. પરંતુ ભાજપ તેવું કરવા માટે ઈચ્છુક નથી. પવારે તેને લઈને કહ્યું કે, લોકોએ તેને સરકાર બનાવવાનો મોકો આપ્યો છે. તેમણે તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ અત્યારે તેમની વચ્ચે જે ચાલી રહ્યું છે તે બાલિશ છે. જણાવી દઈએ કે સરકાર બનાવવાની માંગ કરનાર કોઈપણ દળ કે ગઠબંધનને 288 સભ્યોની વિધાનસભામાં ઓછામાં ઓછા 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર રહેશે.જેને લઈને હાલ તોડજોડ ચાલી રહી છે.

shiv sena bharatiya janata party nationalist congress party