યુપીમાં બીજેપીને આંચકો, ઓબીસી નેતાનું રાજીનામું

13 January, 2022 11:27 AM IST  |  New Delhi | Agency

સ્થાનિક અદાલતે સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ ઇશ્યૂ કર્યું હતું. હિન્દુ દેવતાઓની વિરુદ્ધ વાંધાજનક કમેન્ટ્સ કરવા બદલ મૌર્ય વિરુદ્ધ ૨૦૧૪માં આ કેસ દાખલ થયો હતો. 

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં શાસક બીજેપીને ગઈ કાલે વધુ એક આંચકો લાગ્યો હતો. ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણે ગઈ કાલે યોગી આદિત્યનાથની કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાશે એમ જણાઈ રહ્યું છે. આ પહેલાં રાજ્યના શ્રમ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય અને બીજેપીના અન્ય ત્રણ ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામાં આપ્યાં છે. દરમ્યાન ઉત્તર પ્રદેશમાં ૭ વર્ષ જૂના એક કેસમાં સ્થાનિક અદાલતે સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ ઇશ્યૂ કર્યું હતું. હિન્દુ દેવતાઓની વિરુદ્ધ વાંધાજનક કમેન્ટ્સ કરવા બદલ મૌર્ય વિરુદ્ધ ૨૦૧૪માં આ કેસ દાખલ થયો હતો. 

national news bharatiya janata party uttar pradesh