શિવસેના ઉત્તર પ્રદેશ અને ગોવા વિધાનસભાની ચૂંટણી લડશે : સંજય રાઉત

12 September, 2021 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પત્રકારો સાથે વાતચીત કરતા રાઉતે કહ્યું કે શિવસેના યુપીમાં 80થી 100 બેઠકો પર ઉમેદવારો ઊભા કરશે જ્યારે ગોવા વિધાનસભા લગભગ 20 બેઠકો પર ચૂંટણી લડશે.

સંજય રાઉત. ફાઇલ ફોટો

શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટી આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી લડશે, અને દાવો કર્યો હતો કે પશ્ચિમ યુપીમાં ખેડૂત સંગઠનો તેમની પાર્ટીને ટેકો આપવા તૈયાર છે.

પત્રકારો સાથે વાતચીત કરતા રાઉતે કહ્યું કે શિવસેના યુપીમાં 80થી 100 બેઠકો પર ઉમેદવારો ઊભા કરશે જ્યારે ગોવા વિધાનસભા લગભગ 20 બેઠકો પર ચૂંટણી લડશે.

“પશ્ચિમ યુપીમાં ખેડૂતોના સંગઠનોએ શિવસેનાને ટેકો આપવાની તૈયારી દર્શાવી છે અને અમે નાના પક્ષો સાથે જોડાણ કરી શકીએ છીએ. ગોવામાં, એમવીએ જેવા ફોર્મ્યુલાને શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.” ટ આ રાજ્યસભાના સભ્યએ કહ્યું હતું.

રાઉતે વધુમાં જણાવ્યું હતું કે શિવસેના પાસે આ બે રાજ્યોમાં તેની કેડર છે અને તે સફળતા કે નિષ્ફળતાને ધ્યાનમાં લીધા વગર ચૂંટણી લડી રહી છે.

2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી, શિવસેનાએ મુખ્યમંત્રી પદની વહેંચણીના મુદ્દે લાંબા ગાળાની સહયોગી ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા છે અને રાજ્યમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર બનાવવા માટે NCP અને કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના રાજીનામા અંગે પૂછવામાં આવતા રાઉતે કહ્યું કે “તે ભાજપની આંતરિક બાબત છે, બહારના લોકોએ ટિપ્પણી કરવાની જરૂર નથી. હું રૂપાણીને જાણું છું કારણ કે તેઓ મારી સાથે રાજ્યસભાના સભ્ય હતા.”

“અગાઉ 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ બહુમતીનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. જોકે, આ વખતે પાર્ટી માટે સ્થિતિ સારી નથી.”

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની રાષ્ટ્રીય સ્તરે ભૂમિકા અંગેના પ્રશ્નના જવાબમાં રાઉતે કહ્યું કે “ઠાકરેમાં રાષ્ટ્રીય નેતા બનવાની ક્ષમતા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાષ્ટ્રીય નેતા છે.”

national news goa uttar pradesh shiv sena sanjay raut