શત્રુઘ્ન સિન્હાએ થામ્યો કોંગ્રેસનો હાથ, કહ્યું ભાજપ વન મેન શો

06 April, 2019 02:30 PM IST  |  નવી દિલ્હી

શત્રુઘ્ન સિન્હાએ થામ્યો કોંગ્રેસનો હાથ, કહ્યું ભાજપ વન મેન શો

તસવીર સૌજન્યઃ ANI

લાંબા સમયથી ભાજપની નારાજ ચાલી રહેલા શત્રુઘ્ન સિન્હા આખરે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન સિન્હાએ કોંગ્રેસના હાથ પકડ્યો. આ દરમિયાન કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, પાર્ટીના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલ પણ હાજર રહ્યા.

કોંગ્રેસમાં સામે થતા સિન્હાના આકરા તેવર
કેસરિયો ખેસ છોડતાની સાથે જ સિન્હાના આકરા તેવર પણ જોવા મળ્યા. કોંગ્રેસમાં સામેલ થતા જ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, "નવરાત્રિના અવસર પર તેઓ કોંગ્રેસમાં સામેલ થયા છે અને હું કોંગ્રેસના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. શત્રુઘ્ન સિન્હાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ પર હુમલો કરતા કહ્યું ભાજપમાં તેણે લોકશાહીને ધીરે-ધીરે તાનાશાહીમાં પરિવર્તિત થતી જોઈ." શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે વર્તમાન ભાજપ નેતૃત્વએ યશવંત સિન્હા, મુરલી મનોહર જોશી, અરુણ શૌરી જેવા કદાવર નેતાઓને સાઈડલાઈન કરી દીધા.

શત્રુઘ્ન સિન્હા ભાજપની ટિકિટ પરથી પટના સાહિબથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ભાજપ છોડતા પહેલા શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કર્યું અને તેમના પાર્ટી છોડવાનું દુઃખ હોવાનું જણાવ્યું.

આ પણ વાંચોઃ શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં સામેલ થવા પર પુત્રી સોનાક્ષીએ આપ્યો જવાબ

સોનાક્ષીએ આપ્યો પિતાનો સાથ
ભાજપ છોડવાના અને કોંગ્રેસમાં જોડાવાના સિન્હાના નિર્ણયને પુત્રી સોનાક્ષીએ સપોર્ટ કર્યો હતો. સોનાક્ષીએ કહ્યું કે આ નિર્ણય તેમણે ઘણા સમય પહેલા લઈ લેવો જોઈતો હતો.

shatrughan sinha bharatiya janata party congress