17 July, 2024 02:20 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
કેદારનાથ મંદિરને દાનમાં મળેલા કુલ સોનામાંથી 228 કિલોગ્રામ સોનું ચોરાઈ ગયું છે એવો આરોપ જ્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે (Shankaracharya on Kedarnath Temple) થોડા દિવસ પહેલા કર્યો હતો. શંકરાચાર્ય સ્વામીના આ આરોપ બાદ દેશમાં મોટા પાયે રાજકારણ શરૂ થયું છે. આ વાતને લઈને વિપક્ષ અને સરકાર દ્વારા પણ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે. 200 કિલો કરતાં વધુના સોનાની ચોરી થઈ હોવાના શંકરાચાર્યના આરોપ પર હવે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે તેમ જ શંકરાચાર્યના પ્રશ્નનો પણ જવાબ આપવામાં આવ્યો છે.
કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે બુધવારે જ્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો. એક ઇન્ટરવ્યૂમાં ખાસ વાત કરતા અજયે કહ્યું કે કેદારનાથ ધામમાં સોનું ગાયબ (Shankaracharya on Kedarnath Temple) થવા અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદના નિવેદનો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમ જ તેમણે શંકરાચાર્યને હકીકતો દરેકની રજૂ કરવા વિનંતી પણ કરી હતી. અજયે કહ્યું હું તેમને વિનંતી કરવા માંગુ છું, અને તેમને પડકાર પણ આપું છું કે તેઓ હકીકતો બહાર લાવે."
અજેન્દ્ર અજયે કહ્યું હતું કે “નિવેદનો આપવાને બદલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સક્ષમ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ અને તપાસની માગણી (Shankaracharya on Kedarnath Temple) કરવી જોઈએ અને જો તેઓ તેમના પર વિશ્વાસ ન કરે તો તેઓ સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટમાં પણ જઈ શકે છે અને જો તેમની પાસે પુરાવા હોય તો તેઓ આ મામલે અરજી કરી શકે છે.
મંદિર સમિતિના અધ્યક્ષે (Shankaracharya on Kedarnath Temple) વધુમાં કહ્યું કે શંકરાચાર્યને કેદારનાથ ધામની ગરિમાને નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી. તેમણે સૂચવ્યું કે જો સ્વામી અવિમુક્તેશ્વરાનંદ રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે, તો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદણે કેદારનાથ ધામની ગરિમાને ઠેસ પહોંચાડવાનો અથવા તેના પર વિવાદ ઉભો કરવાનો અધિકાર નથી. જો તે માત્ર વિરોધ માટે વિવાદો ઉભો કરવા અને કૉંગ્રેસના એજન્ડાને આગળ વધારવા માટે આવું કરી રહ્યા હોય, તો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
સોમવાર 15 જુલાઈએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો હતો કે કેદારનાથમાંથી 228 કિલો સોનું (Shankaracharya on Kedarnath Temple) ગાયબ છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે દાવો કર્યો હતો કે "કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે. તે મુદ્દો કેમ અવાજ ઉઠાવવામાં આવ્યો નથી? ત્યાં કૌભાંડ કર્યા પછી, હવે કેદારનાથ દિલ્હીમાં બનશે? અને પછી બીજું કૌભાંડ થશે. કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ છે તેની કોઈ તપાસ થઈ નથી. આ કૌભાંડ માટે કોણ જવાબદાર છે?" શંકરાચાર્યએ વધુમાં દાવો કર્યો હતો કે કમિશનર પાસે આ મુદ્દાની તપાસની માગણી કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ કેસની યોગ્ય તપાસ કરી નહોતી.