દેશમાં જુલાઇ સુધી રહેશે વેક્સીનની અછત, અદાર પૂનાવાલાનો ખુલાસો

03 May, 2021 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના વિરુદ્ધ લડાઇમાં એકમાત્ર હથિયાર આની વેક્સીન જણાવવામાં આવી રહી છે પણ દેશમાં અનેક રાજ્ય અને જિલ્લા એવા છે, જ્યારે વેક્સીનની અછતને કારણે ફરિયાદો મળી રહી છે.

આદર પૂનાવાલા (તસવીર સૌજન્ય મિડ-ડે)

કોરોના વાયરસનો કેર આટલું બધું જોખમ ઉત્પન્ન કરી દેશે, આ વાતની કલ્પના કદાચ જ કોઇકે કરી હશે. કોરોના વિરુદ્ધ લડાઇમાં એકમાત્ર હથિયાર આની વેક્સીન જણાવવામાં આવી રહી છે પણ દેશમાં અનેક રાજ્ય અને જિલ્લા એવા છે, જ્યારે વેક્સીનની અછતને કારણે ફરિયાદો મળી રહી છે.

જુલાઇ સુધી રહેશે વેક્સીનની અછત-પૂનાવાલા
અહીં એક મેથી દેશમાં રસીકરણ અભિયાનનું ત્રીજું ચરણ શરૂ થઈ ગયું છે, પણ વેક્સીનની અછતને કારણે અભિયાનની ગતિ ધીમી કરી દેવામાં આવી છે. આ દરમિયાન ઑક્સફૉર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવિશીલ્ડ બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જુલાઇ સુધી દેશમાં વેક્સીનની અછત જોઇ શકાય છે. અદારે સોમવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે રસીની વેક્સીનને લઈને જનતામાં જુદાં-જુદાં પ્રકારની વાતો કરવામાં આવી રહી છે, માટે તે પોતે આખી સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે.

અદાર પૂનાવાલાએ પોતાનો પત્ર ટ્વીટ કરીને કહ્યું કે ભારત સરકારે અત્યાર સુધી તેમની કંપનીને કુલ 26 કરોડ કોવિશીલ્ડ વેક્સીનની આપૂર્તિનો ઑર્ડર આપ્યો છે. તે અત્યાર સુધી 15 કરોડ વેક્સીનની આપૂર્તિ સરકારને કરી ચૂક્યા છે. 11 કરોડ વેક્સીનની આપૂર્તિ હજી પણ આગામી કેટલાક મહિનામાં કરી દેવામાં આવશે.

સરકારે 100 ટકા પૈસા આપ્યા એડવાન્સ
સીરમના સીઇઓએ જણાવ્યું કે સરકારે 11 કરોડ કોવિશીલ્ડ વેક્સીનની આપૂર્તિ માટે 100 ટકા પૈસા એટલે કે 1732 કરોડ રૂપિયા એડવાન્સમાં આપી દીધા છે. કંપની સરકાર સાથે છેલ્લા એપ્રિલથી સતત સંપર્કમાં છે. સરકાર તેનો સંપૂર્ણ સહયોગ કરી રહી છે.

અદારે કહ્યું કે તે પણ ભારતની કોવિડ વિરુદ્ધ જંગમાં સંપૂર્ણ તાકાત સાથે જોડાયેલા છે. ભારતની વિશાળ આબાદી માટે રસી બનાવવી સરળ નથી. આધુનિકતમ અને ઓછી આબાદીવાળા દેશ પણ વેક્સીનના સંકટ સામે જજૂમી રહ્યા છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે વેક્સીન બનાવવું વિશિષ્ટ કામ છે. આનું ઉત્પાદન રાતોરાત નથી વધારી શકાતું. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને ઝડપથી વેક્સીન મળે.

national news coronavirus covid19 adar poonawala